મારા ખ્યાલથી
ભાઈઓએ બહેનોને શીખવવા જેવું
દર વખતે તને મુકવા, લેવા ના આવી શકું, પણ તું એકલી હોય ત્યારે મુસીબતોથી કેમ બચી શકે એ શીખવીશ.
!!!
કાયમ રડવું એ સોલ્યુશન નથી હોતું, ઈમોશન સાઈડમાં મૂકી ક્યારે પ્રેક્ટિકલ થવું એ સમજાવીશ.
!!!
બિઝનેસ, પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ, લેવડ દેવડ, બેંકના વહીવટ, ડ્રાઇવિંગ, પતંગ ચગાવવી, રીપેરીંગ, ટ્રાવેલ બુકીંગ, ઈન્શ્યોરન્સ, વગેરેની સમજ (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ.
!!!
કોઈનાં પર આસાનીથી ભરોસો કરતા પહેલા એની કેટલી અને કેવી તપાસ કરવી એ શીખવીશ.
©HARIBHAI GOHIL
#rakshabandhan