કોઈકનો સાથ પામવાને મન થાય છે , કોઈકના ગાલ સ્પર્શવા | ગુજરાતી કવિતા

"કોઈકનો સાથ પામવાને મન થાય છે , કોઈકના ગાલ સ્પર્શવાને મન થાય છે ! એકલવાયું જીવન ઘણું કપાઈ ગયું છે , કોઈકના સંગાથ ચાલવાને મન થાય છે ! મધરાત્રિએ કોઈક હોટેલમાં સાથે બેસી , એક કપમાં ચાય પીવાનું મન થાય છે ! પેલા પાલિતાણાવાળા ડુંગરો પર જઈ , ઝાડના છાયામાં બેસવાનું મન થાય છે ! આકાશના છિદ્રોમાંથી પાણીના છાંટા પડે , હાથ પકડી પ્રેમીનો ભીંજવાનું મન થાય છે ! અગર પછી જો થાક લાગે હરિફરીને , આંખોમાં આંખ પરોવી સુવાનું મન થાય છે ! પ્રકૃતિ જો સુર રેલાવે , તાલ ને આલાપ આપે , ગિટાર લઈને એક ગઝલ ગાવાનું મન થાય છે ! કોઈ અગર જો , જરાક 'હાં' કહી દે , પછી તો 'સોયેબ' , જીવવાનું મન થાય છે !"

 કોઈકનો સાથ પામવાને મન થાય છે ,
કોઈકના ગાલ સ્પર્શવાને મન થાય છે !
એકલવાયું જીવન ઘણું કપાઈ ગયું છે ,
કોઈકના સંગાથ ચાલવાને મન થાય છે !

મધરાત્રિએ કોઈક હોટેલમાં સાથે બેસી ,
એક કપમાં ચાય પીવાનું મન થાય છે !
પેલા પાલિતાણાવાળા ડુંગરો પર જઈ ,
ઝાડના છાયામાં બેસવાનું મન થાય છે !

આકાશના છિદ્રોમાંથી પાણીના છાંટા પડે ,
હાથ પકડી પ્રેમીનો ભીંજવાનું મન થાય છે !
અગર પછી જો થાક લાગે હરિફરીને ,
આંખોમાં આંખ પરોવી સુવાનું મન થાય છે !

પ્રકૃતિ જો સુર રેલાવે , તાલ ને આલાપ આપે ,
ગિટાર લઈને એક ગઝલ ગાવાનું મન થાય છે !
કોઈ અગર જો , જરાક 'હાં' કહી દે ,
પછી તો 'સોયેબ' , જીવવાનું મન થાય છે !

કોઈકનો સાથ પામવાને મન થાય છે , કોઈકના ગાલ સ્પર્શવાને મન થાય છે ! એકલવાયું જીવન ઘણું કપાઈ ગયું છે , કોઈકના સંગાથ ચાલવાને મન થાય છે ! મધરાત્રિએ કોઈક હોટેલમાં સાથે બેસી , એક કપમાં ચાય પીવાનું મન થાય છે ! પેલા પાલિતાણાવાળા ડુંગરો પર જઈ , ઝાડના છાયામાં બેસવાનું મન થાય છે ! આકાશના છિદ્રોમાંથી પાણીના છાંટા પડે , હાથ પકડી પ્રેમીનો ભીંજવાનું મન થાય છે ! અગર પછી જો થાક લાગે હરિફરીને , આંખોમાં આંખ પરોવી સુવાનું મન થાય છે ! પ્રકૃતિ જો સુર રેલાવે , તાલ ને આલાપ આપે , ગિટાર લઈને એક ગઝલ ગાવાનું મન થાય છે ! કોઈ અગર જો , જરાક 'હાં' કહી દે , પછી તો 'સોયેબ' , જીવવાનું મન થાય છે !

People who shared love close

More like this

Trending Topic