Moon and Stars ચાંદ પણ આજે ઘણો શરમાય છે,
જોઈ તમને એકલો મૂંઝાય છે.
હોઠ પર તલ લાગતો સોહામણો,
ત્યાં નજર મારી સદા અટવાય છે.
આ વેકેશન કોરું ગયું તમારા વગર,
ખોટ તમારી મને કાયમ વર્તાય છે.
કલ્પના મારી તમે છો ને વિસામો પણ તમે,
ના તમે હો તો આ જીવન કરમાય છે.
મિતેષકુમાર