તારી સુંદરતાથી વધારે મને તારા સંસ્કાર ગમે છે
તારી વાતોથી વિશેષ મને તારો વ્યવહાર ગમે છે
તારી નમણાસથી વધારે મને તારો નરમ સ્વભાવ ગમે છે
તારી કલ્પનાઓથી કંઈક વધુ મને તારા વિચાર ગમે છે
તારા ઠાવકા ઠરેલા વ્યક્તીત્વથી વધારે મને તારો નાદાન પ્રેમ-ભાવ ગમે છે
તારા શાંતિપ્રિય સ્વભાવથી વધુ મને તારી સાથે ના મધુર તકરાર ગમે છે
તારી મુસ્કુરાહટથી વધારે મને તારા રિશામણા હાવભાવ ગમે છે
એકલવાઈ રાત કરતા "રવિ" ને તારી વિતેલી સવાર ગમે છે
©RAVIDAN GADHVI
આમ તુ ગમે છે, તેમ તુ ગમે છે
હા, સરવાળે તો "રવિ" બસ તુ જ ગમે છે
writes By @_raviraj_kaviraj_
#BookLife