ગઝલ:- વરસાદમાં.. આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં, એ નશ

"ગઝલ:- વરસાદમાં.. આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં, એ નશો ભળતો કરે વરસાદમાં... આંગણું છોડીને જ્યાં ચાલી ગઈ, બારણું ડૂસ્કાં ભરે વરસાદમાં... ધોધમારે ભિંજવે કે માવઠે, એ છબી જે તરવરે વરસાદમાં... અંધકારોમાં ભરેલું ઘર હતું, દિપ તિરાડે પાંગરે વરસાદમાં... હા, ક્ષિતિજ હરબાર હું ભિંજાવ છું, હરપળે જ્યાં સાંભરે વરસાદમાં..."

 ગઝલ:- વરસાદમાં..

આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં,
એ નશો ભળતો કરે વરસાદમાં...

આંગણું છોડીને જ્યાં ચાલી ગઈ, 
બારણું ડૂસ્કાં ભરે વરસાદમાં...

ધોધમારે ભિંજવે કે માવઠે, 
એ છબી જે તરવરે વરસાદમાં...

અંધકારોમાં ભરેલું ઘર હતું, 
દિપ તિરાડે પાંગરે વરસાદમાં...

હા, ક્ષિતિજ હરબાર હું ભિંજાવ છું,
હરપળે જ્યાં સાંભરે વરસાદમાં...

ગઝલ:- વરસાદમાં.. આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં, એ નશો ભળતો કરે વરસાદમાં... આંગણું છોડીને જ્યાં ચાલી ગઈ, બારણું ડૂસ્કાં ભરે વરસાદમાં... ધોધમારે ભિંજવે કે માવઠે, એ છબી જે તરવરે વરસાદમાં... અંધકારોમાં ભરેલું ઘર હતું, દિપ તિરાડે પાંગરે વરસાદમાં... હા, ક્ષિતિજ હરબાર હું ભિંજાવ છું, હરપળે જ્યાં સાંભરે વરસાદમાં...

#5words

People who shared love close

More like this

Trending Topic