પત્થર ની પણ વ્યથા કોણ જાણે, શું હશે એના ભાગ્યમાં ક

પત્થર ની પણ વ્યથા કોણ જાણે,
શું હશે એના ભાગ્યમાં કોઈ ન જાણે.
મળશે કયારેય એને આકાર
કે રહી જશે એ નિરાકાર.
શું બનશે એ કોઈ મૂરત,
કે કોઈના માથે છત?
શું બનશે એ કોઇ શ્રૃંગાર રસ ધરાવતી નાર,
કે પૂજાશેે એ ભક્તિ રસ ધરાવતા કોઈ ઈશ્વર અને સૌંદર્ય નિખારશે ચંદન અને ફૂલો ના હાર?

People who shared love close

More like this

Trending Topic