#5LinePoetry કેવી મજાની દુનિયા ! કાગળ, કલમ, કવનની

"#5LinePoetry કેવી મજાની દુનિયા ! કાગળ, કલમ, કવનની કેવી મજાની દુનિયા ! અદ્ભૂત આચમનની કેવી મજાની દુનિયા ! શૃંગાર શબ્દનો લઇ માળા પરોવવાની, શ્રધ્ધા અને શ્રવણની કેવી મજાની દુનિયા ! રૂઝાઈ જાય દર્દો વાગોળતા ગઝલને, પીડા અને શમનની કેવી મજાની દુનિયા ! આકાર લઇ રહ્યા છે સાક્ષાત બ્રહ્મ થઇને, શબ્દો થકી સ્તવનની કેવી મજાની દુનિયા ! જાત્રા કરી રહ્યા છે અક્ષર સકળ જગતમાં, ગાથા અને ગહનની કેવી મજાની દુનિયા ! વાંચે ભલે ગમે તે, અંગત બધાને લાગે, વાણી વ્યથા વહનની કેવી મજાની દુનિયા ! મહેંકી રહી છે માટી, જેના દરેક પાને, જાણે સફર વતનની કેવી મજાની દુનિયા ! @ મેહુલ ઓઝા, જામનગર. ... ©Mehul Oza"

 #5LinePoetry કેવી મજાની દુનિયા !

કાગળ, કલમ, કવનની કેવી મજાની દુનિયા !
અદ્ભૂત આચમનની કેવી મજાની દુનિયા !

શૃંગાર શબ્દનો લઇ માળા પરોવવાની,
શ્રધ્ધા અને શ્રવણની કેવી મજાની દુનિયા !

રૂઝાઈ જાય દર્દો વાગોળતા ગઝલને,
પીડા અને શમનની કેવી મજાની દુનિયા !

આકાર લઇ રહ્યા છે સાક્ષાત બ્રહ્મ થઇને,
શબ્દો થકી સ્તવનની કેવી મજાની દુનિયા !

જાત્રા કરી રહ્યા છે અક્ષર સકળ જગતમાં,
ગાથા અને ગહનની કેવી મજાની દુનિયા !

વાંચે ભલે ગમે તે, અંગત બધાને લાગે,
વાણી વ્યથા વહનની કેવી મજાની દુનિયા !

મહેંકી રહી છે માટી, જેના દરેક પાને,
જાણે સફર વતનની કેવી મજાની દુનિયા !

@ મેહુલ ઓઝા,  જામનગર.




...

©Mehul Oza

#5LinePoetry કેવી મજાની દુનિયા ! કાગળ, કલમ, કવનની કેવી મજાની દુનિયા ! અદ્ભૂત આચમનની કેવી મજાની દુનિયા ! શૃંગાર શબ્દનો લઇ માળા પરોવવાની, શ્રધ્ધા અને શ્રવણની કેવી મજાની દુનિયા ! રૂઝાઈ જાય દર્દો વાગોળતા ગઝલને, પીડા અને શમનની કેવી મજાની દુનિયા ! આકાર લઇ રહ્યા છે સાક્ષાત બ્રહ્મ થઇને, શબ્દો થકી સ્તવનની કેવી મજાની દુનિયા ! જાત્રા કરી રહ્યા છે અક્ષર સકળ જગતમાં, ગાથા અને ગહનની કેવી મજાની દુનિયા ! વાંચે ભલે ગમે તે, અંગત બધાને લાગે, વાણી વ્યથા વહનની કેવી મજાની દુનિયા ! મહેંકી રહી છે માટી, જેના દરેક પાને, જાણે સફર વતનની કેવી મજાની દુનિયા ! @ મેહુલ ઓઝા, જામનગર. ... ©Mehul Oza

#5LinePoetry

People who shared love close

More like this

Trending Topic