છલકતી ચાંદની છતાં અંધકાર ફેલાયો છે,
હતો હાથોમાં હાથ છતાં દૂર ખસેડી દેવાયો છે,
થતી હશે ઝંખના હ્રદયના કોઇ ખૂણામાં જરૂર,
નામ સાથે અમર થયાં પણ વિયોગ લખાયો છે,
વર્ષોનાં વિતવાથી કદી યાદો ન વિસરાય જાય,
યાદોનાં સહારે તો ઈતિહાસ આપણો લખાયો છે,
યુગ બદલાયાં ભલે પ્રતિક આપણે જ રહ્યાં,
આપણો વિયોગ પ્રેમનો સાચો અર્થ ગણાયો છે,
ન દર્શાવ ખૂદને હૂબહૂ શબ્દોનાં માધ્યમથી "સુરજ",
અહીં લાગણી લખનારને જ ઘાયલ ગણાયો છે,
સુરજ
#gujarat #Surat #India #nojoto