Inspire and Aspire મનાવે તો ય કરગરવા નહીં આવું.
જુદાઈમાં ફરી મરવા નહીં આવું.
ભલે સંદેશ તારા મોકલ્યા કરતી,
બધી યાદોને સંઘરવા નહીં આવું.
દરદ કાફી છે મારી જિંદગી માટે,
નવાં દર્દો વળી ધરવા નહીં આવું.
નયનમાંથી વહ્યાં'તાં કેટલા આંસું?
ફરીથી પાંપણો ભરવા નહીં આવું.
ભલે દોરી જતી મૃત્યું તરફ કાયમ,
પ્રણયની નાવમાં તરવા નહીં આવું.
કરી દે બાગ સઘળા નામે એ મારા,
છતાં પાછો હું ત્યાં ફરવા નહીં આવું.
મુલાકાતો સતત મોંધી પડી છે જ્યાં,
હૃદયને પાછું છેતરવા નહીં આવું.