Expression Depression ઓનલાઇન શિક્ષણ: આશીર્વાદ કે અ

"Expression Depression ઓનલાઇન શિક્ષણ: આશીર્વાદ કે અભિશાપ? શિક્ષણ. સરકાર કોઈની પણ હોય પણ શિક્ષણની ચર્ચા તો થવાની જ. અને આજે કોરોના કાળમાં થોડી વધુ જ થશે. કેમ કે આજે વાત છે ઓનલાઇન શિક્ષણની. પૈસા કમાવવા માટે અને પોતાની આવક કોઈ પણ ભોગે ચાલુ રહે એ માટે શાળા સંચાલકો તો ઓનલાઇન શિક્ષણનાં ફાયદા જ ગણાવશે. એ સાથે જ માત્ર ટ્યુશન પર નભતાં નાના પ્રાયવેટ ટ્યુશન ક્લાસ વાળા ય ખુદને ઓનલાઇન ભણાવવું ના પોસાતાં એનાં નુકસાન ગણાવતાં નહીં થાકે. પણ પર્સનલ ફાયદા-નુકસાનથી થોડું ઉપર ઉઠીને વાત કરીએ તો વાત આવે છે વિદ્યાર્થીઓનાં ઇન્ટરેસ્ટની અને એમનાં જીવનમાં ભણતરનાં ઇમ્પોર્ટન્સની. વાત કાંઈક એમ છે કે ચાલો માનીએ, અરે માનીએ શું સ્વીકારી જ લઈએ, કે ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમકે વિદ્યાર્થી પોતાનાં સમયે વ્યવસ્થિત ભણી શકે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે, વિઝ્યુઅલાઇઝેશન અને એનિમેશનલ વિડિયોઝથી ઘણું ઊંડાણથી સમજી શકે, એની સમય અને શક્તિ પણ કદાચ બચે. એ સાથે જ વાલીઓનો પણ પોતાનાં બાળકને શાળાએ લેવા-મૂકવા જવાનો ખાસ્સો સમય બચી જાય અને કદાચ રીક્ષા, બસ કે વાનમાં બાળક જતું હોય તો એનું ભાડું પણ બચે. નુકસાન વિશે કહીએ તો બધાં જાણે જ છે કે મોબાઇલમાં સતત ભણવાથી આંખો ખરાબ થાય, માથાનાં દુ:ખાવા જેવી સમસ્યાઓ પણ આવે. એ સિવાય ગરીબ વાલીઓને સ્માર્ટફોન અને એનું રીચાર્જ પરવડે નહીં, એમાંય એક જ ઘરમાં બેથી વધુ બાળક ભણતાં હોય તો મધ્યમ વર્ગનાં વાલીઓને પણ કદાચ એ ના પોસાય. આ તો વિદ્યાર્થીઓની ફિઝીકલ અને વાલીઓની ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સની વાત થઈ. એનાં સિવાય પણ ઢગલાબંધ નુકસાન તો ખરાં જ. પણ મારો મુદ્દો વિદ્યાર્થીની માનસિક તકલીફનો છે, એની એકલતાનો છે. અને બસ એ તરફ જ સૌનું થોડું ધ્યાન દોરવું છે. ઓનલાઇન શિક્ષણ કાંઈ આજકાલનું નથી. કેમકે લગભગ દોઢેક દાયકા પે'લા યૂટ્યૂબ માર્કેટમાં આવી ચૂક્યું હતું. અને મે, ૨૦૦૮માં ભારતમાં પણ! મતલબ ભણવાનાં હજારો વિડિયોઝ લગભગ એકાદ દાયકાથી આપણી પાસે અવેલેબલ હતાં જ. પણ જો સર્ચ કરીએ કે લૉકડાઉન પહેલાં આનો ભણવાનાં સ્ત્રોત તરીકે કેટલાં જણ ઉપયોગ કરતાં હતાં? તો આજની જે સિચ્યુએશન છે એનાંથી કદાચ અડધાં ય નહીં મળે. કારણ? પહેલાં જે લોકો વિડિયો પરથી શીખતાં હતાં એ માત્ર એવાં જ કે જેને ખરેખર શીખવું જ હતું, જાણવું જ હતું. જ્યારે આજે ધરાર જોઈને શીખવુ પડે છે સૌને! આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ- યૂટ્યૂબ પર એજ્યુકેશનલ વિડિયોઝ સારામાં સારા એનિમેશન અને વિઝ્યુઅલાઇઝેશન સાથે લગભગ એકાદ દાયકાથી તદ્દન મફતમાં અવેલેબલ છે જ. પણ એ બધું માત્ર દિલથી શીખવાવાળા વિદ્યાર્થીઓ માટે જ ફાયદારૂપ ગણાય. મીડિયમ કે ડલ(ભણવામાં કમજોર) વિદ્યાર્થીને તો સાહેબનો પરસ્પરનો સ્નેહ અને શિક્ષા (પનિશમેન્ટ) બેઉ મળે તો જ એ શીખી શકે! અને બધા જાણે જ છે કે ૫૦ વિદ્યાર્થીઓનાં ક્લાસમાં ગણીને ૧૦ વિદ્યાર્થીઓ જ ધગશ અને જાત મહેનત વાળા હોય., પણ બાકીનાં ૪૦ નું શું? એમનું કોણ વિચારશે? આપણે એ ૪૦ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે ઓનલાઇન શિક્ષણનો કાયમી શિક્ષણ તરીકેનો વિચાર હાલની પરિસ્થિતિ મુજબ તો માંડી જ વાળવો પડશે. આગળ જતાં કાંઈક હજુ નવું શોધાય અને આ સૌથી મોટા ડ્રોબૅકને પહોંચી વળાય તો ઠીક, પણ અત્યારે શિક્ષકનાં પરસ્પર સ્નેહ અને શિક્ષા વિના ભણતર નકામું પુરવાર થાય એમ છે. બીજું ઓનલાઇન શિક્ષણનાં પ્રભાવે બાળક એકલતામાં કદાચ વધુ ધકેલાતું જાય. એમ પણ રમતો તો બધી ટેક્નોલોજી ઓરિએન્ટેડ થઈ જ ગઈ છે, એમાંય શિક્ષણ પણ ઘરે બેઠાં થઈ જાય તો પછી બાળકનાં બહાર નીકળવાનાં લગભગ બધાં દરવાજા બંધ થઈ જાય. શાળામાં જે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, અમીર, ગરીબ, કમજોર, બળવાન વગેરે પ્રકારનાં વિધાર્થીઓ સાથે ભણવાનું થાય તો એનું ભણતર સાથે ઘડતર પણ થાય. હળીમળીને જીવનમાં સંબંધો કેળવતો પણ થાય. પણ ઓનલાઇન શિક્ષણથી બાળક કદાચ વધુ માનસિક એકલતા અનુભવશે. એટલે આ મુદ્દે પણ ઘડતર વિનાનું ભણતર નકામું સાબિત થાય! એટલે હાલનાં તબક્કે તો ઓનલાઇન કરતાં પરસ્પરનું શિક્ષણ જ જરૂરી છે. -ચિરાગ વાઘેલા (અમદાવાદ) મો.૮૪-૮૮-૮૫-૮૫-૮૧ #CHiRAG_vaghela_nD_worDs"

 Expression Depression ઓનલાઇન શિક્ષણ: આશીર્વાદ કે અભિશાપ?

શિક્ષણ.
સરકાર કોઈની પણ હોય પણ શિક્ષણની ચર્ચા તો થવાની જ. અને આજે કોરોના કાળમાં થોડી વધુ જ થશે. કેમ કે આજે વાત છે ઓનલાઇન શિક્ષણની.
પૈસા કમાવવા માટે અને પોતાની આવક કોઈ પણ ભોગે ચાલુ રહે એ માટે શાળા સંચાલકો તો ઓનલાઇન શિક્ષણનાં ફાયદા જ ગણાવશે. એ સાથે જ માત્ર ટ્યુશન પર નભતાં નાના પ્રાયવેટ ટ્યુશન ક્લાસ વાળા ય ખુદને ઓનલાઇન ભણાવવું ના પોસાતાં એનાં નુકસાન ગણાવતાં નહીં થાકે. પણ પર્સનલ ફાયદા-નુકસાનથી થોડું ઉપર ઉઠીને વાત કરીએ તો વાત આવે છે વિદ્યાર્થીઓનાં ઇન્ટરેસ્ટની અને એમનાં જીવનમાં ભણતરનાં ઇમ્પોર્ટન્સની.
વાત કાંઈક એમ છે કે ચાલો માનીએ, અરે માનીએ શું સ્વીકારી જ લઈએ, કે ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમકે વિદ્યાર્થી પોતાનાં સમયે વ્યવસ્થિત ભણી શકે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે, વિઝ્યુઅલાઇઝેશન અને એનિમેશનલ વિડિયોઝથી ઘણું ઊંડાણથી સમજી શકે, એની સમય અને શક્તિ પણ કદાચ બચે. એ સાથે જ વાલીઓનો પણ પોતાનાં બાળકને શાળાએ લેવા-મૂકવા જવાનો ખાસ્સો સમય બચી જાય અને કદાચ રીક્ષા, બસ કે વાનમાં બાળક જતું હોય તો એનું ભાડું પણ બચે.
નુકસાન વિશે કહીએ તો બધાં જાણે જ છે કે મોબાઇલમાં સતત ભણવાથી આંખો ખરાબ થાય, માથાનાં દુ:ખાવા જેવી સમસ્યાઓ પણ આવે. એ સિવાય ગરીબ વાલીઓને સ્માર્ટફોન અને એનું રીચાર્જ પરવડે નહીં, એમાંય એક જ ઘરમાં બેથી વધુ બાળક ભણતાં હોય તો મધ્યમ વર્ગનાં વાલીઓને પણ કદાચ એ ના પોસાય. આ તો વિદ્યાર્થીઓની ફિઝીકલ અને વાલીઓની ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સની વાત થઈ. એનાં સિવાય પણ ઢગલાબંધ નુકસાન તો ખરાં જ. પણ મારો મુદ્દો વિદ્યાર્થીની માનસિક તકલીફનો છે, એની એકલતાનો છે. અને બસ એ તરફ જ સૌનું થોડું ધ્યાન દોરવું છે.
ઓનલાઇન શિક્ષણ કાંઈ આજકાલનું નથી. કેમકે લગભગ દોઢેક દાયકા પે'લા યૂટ્યૂબ માર્કેટમાં આવી ચૂક્યું હતું. અને મે, ૨૦૦૮માં ભારતમાં પણ! મતલબ ભણવાનાં હજારો વિડિયોઝ લગભગ એકાદ દાયકાથી આપણી પાસે અવેલેબલ હતાં જ. પણ જો સર્ચ કરીએ કે લૉકડાઉન પહેલાં આનો ભણવાનાં સ્ત્રોત તરીકે કેટલાં જણ ઉપયોગ કરતાં હતાં? તો આજની જે સિચ્યુએશન છે એનાંથી કદાચ અડધાં ય નહીં મળે. કારણ? પહેલાં જે લોકો વિડિયો પરથી શીખતાં હતાં એ માત્ર એવાં જ કે જેને ખરેખર શીખવું જ હતું, જાણવું જ હતું. જ્યારે આજે ધરાર જોઈને શીખવુ પડે છે સૌને! આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ- યૂટ્યૂબ પર એજ્યુકેશનલ વિડિયોઝ સારામાં સારા એનિમેશન અને વિઝ્યુઅલાઇઝેશન સાથે લગભગ એકાદ દાયકાથી તદ્દન મફતમાં અવેલેબલ છે જ. પણ એ બધું માત્ર દિલથી શીખવાવાળા વિદ્યાર્થીઓ માટે જ ફાયદારૂપ ગણાય. મીડિયમ કે ડલ(ભણવામાં કમજોર) વિદ્યાર્થીને તો સાહેબનો પરસ્પરનો સ્નેહ અને શિક્ષા (પનિશમેન્ટ) બેઉ મળે તો જ એ શીખી શકે! અને બધા જાણે જ છે કે ૫૦ વિદ્યાર્થીઓનાં ક્લાસમાં ગણીને ૧૦ વિદ્યાર્થીઓ જ ધગશ અને જાત મહેનત વાળા હોય., પણ બાકીનાં ૪૦ નું શું? એમનું કોણ વિચારશે? આપણે એ ૪૦ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે ઓનલાઇન શિક્ષણનો કાયમી શિક્ષણ તરીકેનો વિચાર હાલની પરિસ્થિતિ મુજબ તો માંડી જ વાળવો પડશે. આગળ જતાં કાંઈક હજુ નવું શોધાય અને આ સૌથી મોટા ડ્રોબૅકને પહોંચી વળાય તો ઠીક, પણ અત્યારે શિક્ષકનાં પરસ્પર સ્નેહ અને શિક્ષા વિના ભણતર નકામું પુરવાર થાય એમ છે. 
બીજું ઓનલાઇન શિક્ષણનાં પ્રભાવે બાળક એકલતામાં કદાચ વધુ ધકેલાતું જાય. એમ પણ રમતો તો બધી ટેક્નોલોજી ઓરિએન્ટેડ થઈ જ ગઈ છે, એમાંય શિક્ષણ પણ ઘરે બેઠાં થઈ જાય તો પછી બાળકનાં બહાર નીકળવાનાં લગભગ બધાં દરવાજા બંધ થઈ જાય. શાળામાં જે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, અમીર, ગરીબ, કમજોર, બળવાન વગેરે પ્રકારનાં વિધાર્થીઓ સાથે ભણવાનું થાય તો એનું ભણતર સાથે ઘડતર પણ થાય. હળીમળીને જીવનમાં સંબંધો કેળવતો પણ થાય. પણ ઓનલાઇન શિક્ષણથી બાળક કદાચ વધુ માનસિક એકલતા અનુભવશે. એટલે આ મુદ્દે પણ ઘડતર વિનાનું ભણતર નકામું સાબિત થાય!
એટલે હાલનાં તબક્કે તો ઓનલાઇન કરતાં પરસ્પરનું શિક્ષણ જ જરૂરી છે.

-ચિરાગ વાઘેલા
 (અમદાવાદ)
 મો.૮૪-૮૮-૮૫-૮૫-૮૧

#CHiRAG_vaghela_nD_worDs

Expression Depression ઓનલાઇન શિક્ષણ: આશીર્વાદ કે અભિશાપ? શિક્ષણ. સરકાર કોઈની પણ હોય પણ શિક્ષણની ચર્ચા તો થવાની જ. અને આજે કોરોના કાળમાં થોડી વધુ જ થશે. કેમ કે આજે વાત છે ઓનલાઇન શિક્ષણની. પૈસા કમાવવા માટે અને પોતાની આવક કોઈ પણ ભોગે ચાલુ રહે એ માટે શાળા સંચાલકો તો ઓનલાઇન શિક્ષણનાં ફાયદા જ ગણાવશે. એ સાથે જ માત્ર ટ્યુશન પર નભતાં નાના પ્રાયવેટ ટ્યુશન ક્લાસ વાળા ય ખુદને ઓનલાઇન ભણાવવું ના પોસાતાં એનાં નુકસાન ગણાવતાં નહીં થાકે. પણ પર્સનલ ફાયદા-નુકસાનથી થોડું ઉપર ઉઠીને વાત કરીએ તો વાત આવે છે વિદ્યાર્થીઓનાં ઇન્ટરેસ્ટની અને એમનાં જીવનમાં ભણતરનાં ઇમ્પોર્ટન્સની. વાત કાંઈક એમ છે કે ચાલો માનીએ, અરે માનીએ શું સ્વીકારી જ લઈએ, કે ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમકે વિદ્યાર્થી પોતાનાં સમયે વ્યવસ્થિત ભણી શકે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે, વિઝ્યુઅલાઇઝેશન અને એનિમેશનલ વિડિયોઝથી ઘણું ઊંડાણથી સમજી શકે, એની સમય અને શક્તિ પણ કદાચ બચે. એ સાથે જ વાલીઓનો પણ પોતાનાં બાળકને શાળાએ લેવા-મૂકવા જવાનો ખાસ્સો સમય બચી જાય અને કદાચ રીક્ષા, બસ કે વાનમાં બાળક જતું હોય તો એનું ભાડું પણ બચે. નુકસાન વિશે કહીએ તો બધાં જાણે જ છે કે મોબાઇલમાં સતત ભણવાથી આંખો ખરાબ થાય, માથાનાં દુ:ખાવા જેવી સમસ્યાઓ પણ આવે. એ સિવાય ગરીબ વાલીઓને સ્માર્ટફોન અને એનું રીચાર્જ પરવડે નહીં, એમાંય એક જ ઘરમાં બેથી વધુ બાળક ભણતાં હોય તો મધ્યમ વર્ગનાં વાલીઓને પણ કદાચ એ ના પોસાય. આ તો વિદ્યાર્થીઓની ફિઝીકલ અને વાલીઓની ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સની વાત થઈ. એનાં સિવાય પણ ઢગલાબંધ નુકસાન તો ખરાં જ. પણ મારો મુદ્દો વિદ્યાર્થીની માનસિક તકલીફનો છે, એની એકલતાનો છે. અને બસ એ તરફ જ સૌનું થોડું ધ્યાન દોરવું છે. ઓનલાઇન શિક્ષણ કાંઈ આજકાલનું નથી. કેમકે લગભગ દોઢેક દાયકા પે'લા યૂટ્યૂબ માર્કેટમાં આવી ચૂક્યું હતું. અને મે, ૨૦૦૮માં ભારતમાં પણ! મતલબ ભણવાનાં હજારો વિડિયોઝ લગભગ એકાદ દાયકાથી આપણી પાસે અવેલેબલ હતાં જ. પણ જો સર્ચ કરીએ કે લૉકડાઉન પહેલાં આનો ભણવાનાં સ્ત્રોત તરીકે કેટલાં જણ ઉપયોગ કરતાં હતાં? તો આજની જે સિચ્યુએશન છે એનાંથી કદાચ અડધાં ય નહીં મળે. કારણ? પહેલાં જે લોકો વિડિયો પરથી શીખતાં હતાં એ માત્ર એવાં જ કે જેને ખરેખર શીખવું જ હતું, જાણવું જ હતું. જ્યારે આજે ધરાર જોઈને શીખવુ પડે છે સૌને! આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ- યૂટ્યૂબ પર એજ્યુકેશનલ વિડિયોઝ સારામાં સારા એનિમેશન અને વિઝ્યુઅલાઇઝેશન સાથે લગભગ એકાદ દાયકાથી તદ્દન મફતમાં અવેલેબલ છે જ. પણ એ બધું માત્ર દિલથી શીખવાવાળા વિદ્યાર્થીઓ માટે જ ફાયદારૂપ ગણાય. મીડિયમ કે ડલ(ભણવામાં કમજોર) વિદ્યાર્થીને તો સાહેબનો પરસ્પરનો સ્નેહ અને શિક્ષા (પનિશમેન્ટ) બેઉ મળે તો જ એ શીખી શકે! અને બધા જાણે જ છે કે ૫૦ વિદ્યાર્થીઓનાં ક્લાસમાં ગણીને ૧૦ વિદ્યાર્થીઓ જ ધગશ અને જાત મહેનત વાળા હોય., પણ બાકીનાં ૪૦ નું શું? એમનું કોણ વિચારશે? આપણે એ ૪૦ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે ઓનલાઇન શિક્ષણનો કાયમી શિક્ષણ તરીકેનો વિચાર હાલની પરિસ્થિતિ મુજબ તો માંડી જ વાળવો પડશે. આગળ જતાં કાંઈક હજુ નવું શોધાય અને આ સૌથી મોટા ડ્રોબૅકને પહોંચી વળાય તો ઠીક, પણ અત્યારે શિક્ષકનાં પરસ્પર સ્નેહ અને શિક્ષા વિના ભણતર નકામું પુરવાર થાય એમ છે. બીજું ઓનલાઇન શિક્ષણનાં પ્રભાવે બાળક એકલતામાં કદાચ વધુ ધકેલાતું જાય. એમ પણ રમતો તો બધી ટેક્નોલોજી ઓરિએન્ટેડ થઈ જ ગઈ છે, એમાંય શિક્ષણ પણ ઘરે બેઠાં થઈ જાય તો પછી બાળકનાં બહાર નીકળવાનાં લગભગ બધાં દરવાજા બંધ થઈ જાય. શાળામાં જે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, અમીર, ગરીબ, કમજોર, બળવાન વગેરે પ્રકારનાં વિધાર્થીઓ સાથે ભણવાનું થાય તો એનું ભણતર સાથે ઘડતર પણ થાય. હળીમળીને જીવનમાં સંબંધો કેળવતો પણ થાય. પણ ઓનલાઇન શિક્ષણથી બાળક કદાચ વધુ માનસિક એકલતા અનુભવશે. એટલે આ મુદ્દે પણ ઘડતર વિનાનું ભણતર નકામું સાબિત થાય! એટલે હાલનાં તબક્કે તો ઓનલાઇન કરતાં પરસ્પરનું શિક્ષણ જ જરૂરી છે. -ચિરાગ વાઘેલા (અમદાવાદ) મો.૮૪-૮૮-૮૫-૮૫-૮૧ #CHiRAG_vaghela_nD_worDs

#expression #ઓનલાઇનશિક્ષણ #આશીર્વાદ #અભિશાપ #એકલતા #સ્નેહ #શિક્ષક #શિક્ષા #CHiRAG_vaghela_nD_worDs #CHiRAGvaghela

People who shared love close

More like this

Trending Topic