પકડી ને સૂરજ નું અજવાળું પેલા અંધારા પર ફેંકવું છે,
જો તું ખોટું નાં લગાડે તો
હવા ને વીંધી ને તીર પર લઈ ને વાયુ બનાવી પેલી ઝૂંપડી ને ધરવી છે,
જો તું ખોટું નાં લગાડે તો
ભીના વાદળો નો દડો બનાવી પેલા બાળકો પર વરસાવો છે,
જો તું ખોટું નાં લગાડે તો
આકાશ ને અડી ને એનો રંગ આંગળીઓ માં લઈ આ ધરતી ને રંગવી છે,
જો તું ખોટું નાં લગાડે તો
પહાડો ને બાથ માં ભરી ને એમાં થી ઝરણાં ને નીચોવવા છે,
જો તું ખોટું નાં લગાડે તો
લીલોતરી ને ઝાટકી ને નદી માં ડુબાડી, તારવી ને ફરી ધરતી પર પાથરવી છે,
જો તું ખોટું નાં લગાડે તો
દરિયા ને ચાળી ને થોડા છીપલાં અને મોતીઓ ને ચૂમવા છે,
જો તું ખોટું નાં લગાડે તો.
©Vijay Gohel Saahil
#Nature