"પ્રતિભાવ મળે તો સારું"
લખું છું આજ કંઇક એવું તેનો પ્રતિભાવ મળે તો સારું,
લખું છું જેના માટે તેના પર આનો પ્રભાવ પડે તો સારું.
બદલે તેનો જિદ્દી સ્વભાવ તો સારું,
પરિવર્તનનો ન કરે દેખાવ તો સારું.
તારા પ્રેમમાં મને મીઠું દર્દ મળે તો સારું,
દર્દને સમજી શકે તેવો હમદર્દ મળે તો સારું.
પ્રણયપાત્ર કોઈ ખરાબ ન મળે તો સારું,
મદીરાલયમાં આજ શરાબ મળે તો સારું.
જોઉં છું રાહ કે હવે આ સોનેરી આફતાબ ઢળે તો સારું,
જિંદગીના અંતમાં લેણાદેણીના હિસાબ મળે તો સારું.
ઇચ્છા તો મારી એવી છે કે સંબંધ બેદાગ મળે તો સારું,
મહેફિલમાં બોલશ ભલે તું 'કુંજ' તને દાદ મળે તો સારું.
~કુંજન મહેતા ✍️
©Kunjan Mehta
#BakraEid