"પ્રાર્થના"
નિત્ય નિયમિત હું એ પ્રાર્થના કરું છું,
પામી શકું તમને તેવી અભ્યર્થના કરું છું.
દિલથી દરરોજ તમારી પૂજા કરું છું,
આપના સિવાય આશા ન દૂજા કરું છું.
આપના ચરણકમળો નો નિત્ય દાસ છું,
કદાચ એટલે જ વૈષ્ણવોમાં હું ખાસ છું.
ભૌતિક નામ ભૂલાવી તમને આધ્યત્મિક નામી કહું છું,
મારું સર્વસ્વ સમર્પિત કરી તમને મારા સ્વામી કહું છું.
આપના અર્ચાવિગ્રહની આદરથી અર્ચના કરું છું,
"કુંજ" નતમસ્તક જુકાવી હું આપની વંદના કરું છું.
~કુંજન મહેતા✨
©Kunjan Mehta
#ChandraShekharAzaad