ગઝલ:- નહિ શકો જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શક

"ગઝલ:- નહિ શકો જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો, હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો. બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો. એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો. છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ', ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો."

 ગઝલ:- નહિ શકો

જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો,
હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો.

બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! 
રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો.

એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, 
જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો.

છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, 
જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. 

બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ',
ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.

ગઝલ:- નહિ શકો જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો, હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો. બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો. એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો. છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ', ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.

People who shared love close

More like this

Trending Topic