G V

G V

  • Latest
  • Popular
  • Video
#good_night #SAD  White જે કામદારોના સાચાં સાથી કે જેમના જીવનનો મંત્ર સેવા નિષ્કામ સેવા રહી, જેમણે પોતાના જ પરિવારને નહીં પરંતુ ગરીબોના, કામદારોના, મજુરોના , અસહાય અને લાચારોના આંશુ લુછવામા પોતાનું જીવન સમર્પિત કર્યું. અંધારા નિચોવીને અજવાળા જગવવાનુ કામ કર્યું. લેશમાત્ર અહમ વગર લાચારોના અને જેનો કોઈ સહાયક નથી તેવા અસહાય લોકો માટે જે એકમાત્ર આશાનું કિરણ હતાં,  અનેકો એવોર્ડ થી સન્માનિત છતાં સૌના મિત્ર અને અદના માનવી એવા અંબાલાલ ભાઈ સાહેબે પોતાના જીવન ને સેવામાં દયામા કરુણામા પસાર કરતા અચાનક ભગવાનના ધામમાં તેડું આવતા તે પરમગતિ ને પ્રાપ્ત કરી. આ કામદારોનો અને દુખીયાનો દીવો જ્યારે અસ્ત થયો છે ત્યારે એની ખોટ પુરી કરી શકાય એમ નથી. એ દિવ્ય આત્મા ને પરમાત્મા પોતાના હ્રદયમાં સ્થાન આપે એજ આપણી શ્રધ્ધાંજલિ.


-ભોઈ સમાજ સંતરામપુર

©G V

#good_night hi

144 View

 વિશ્વને વર્ગમાં લાવી શકું છું, 
હું સ્વપ્નોને વાવી શકું છું,
હા! હું શિક્ષક છુ, સંસ્કૃતિ નો વાહક.

©G V

teacher

72 View

 સૌનો સર્જક શિક્ષક છે. મને ગર્વ છે કે હું શિક્ષક છુ અને વિશેષ ગૌરવ છે કે સંસ્કૃત વિષયનો શિક્ષક છું.
શિક્ષક દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.

©G V

hi

171 View

 સૌનો સર્જક હું શિક્ષક છુ. ગમે તેટલો ઊંચો હોદ્દો હશે પણ એને બનાવનાર તો શિક્ષક જ હશે. .
મને ગર્વ છે હું શિક્ષક છુ અને વિશેષ સંસ્કૃત વિષયનો શિક્ષક છું.
શિક્ષકદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ

©G V

સૌનો સર્જક હું શિક્ષક છુ. ગમે તેટલો ઊંચો હોદ્દો હશે પણ એને બનાવનાર તો શિક્ષક જ હશે. . મને ગર્વ છે હું શિક્ષક છુ અને વિશેષ સંસ્કૃત વિષયનો શિક્ષક છું. શિક્ષકદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ ©G V

126 View

#Thinking  White આજની કવિતા


નદીઓ મારા શ્વાસમાં દોડે,
ભીંતર બેઠો દરિયો ખોળે.
એને હામ છે જાઉં પિયુજીની પાસ...
પણ માધવ મારો ઊભો બારી બ્હાર.

વાદળા આજે ઘાસમાં રોળે,
આંખમાં બેઠા સ્વપ્ના ખોળે.
એને હામ છે મારે જોવું છે પાતાળ...
પણ માધવ મારો ઊભો બારી બ્હાર.

ડુંગરા આજે વાત વખોડે,
ઝરણા થઈ ને જાત ઝબોળે.
એને હામ છે મારે ગીત ગાવું છે ખાસ...
પણ માધવ મારો ઊભો બારી બ્હાર.

               ભોઈ ગૌરાંગ વી તા ૦૩/૦૯/૨૦૨૪

©G V

#Thinking kavy

189 View

#good_night  White મને આપી દ્યો શબદ મારા મૌનના 
મને આપી દ્યો મછંદર નાદ.....
કોઈ ઝળહળ અંતર પ્રકાશ.

હું જે કરું એને હું રે નિહાળું,
મારું શબ રે પડ્યું છે મારી પાસ
હું રે ઝળહળ મુકું એમાં આગ...
મને આપી દ્યો શબદ મારા મૌનના.

અચલ અમર હું ને ભીંતર ગહન છે,
ડુંગર ખીણોને ઉપવન વન છે,
મને ફુટે ઝાડ ડાળ અને કાળ...
હું રે નાચું ને નાચે નાનું બાળ..
મને આપી દ્યો શબદ મારા મૌનના.

ગોરખ ભીંતર ધૂણી રે ધખાવો,
હું ને એમાં તહીં પધરાવો....
અને આપી દ્યો ને અનહલખ આગ
હવે મછંદર છેળો તમે રાગ.
મને આપી દ્યો શબદ મારા મૌનના.

                  ભોઈ ગૌરાંગ વી

©G V

#good_night Hinduism

117 View

Trending Topic