હાલ-એ-દિલ બયાં કરાય એમ નથી
ઘૂંટાય છે જીવન પણ મરાય એમ નથી...
કોણ સાચું કોણ જુઠું શું પરવાહ હવે !
સજા તાઉમ્ર ની હવે છુટાય એમ નથી...
કરેલા બધા વાયદા અધૂરા રાખ્યાં
શું કરુ જાત ને વધારે પડાય એમ નથી...
મરી ને પણ યાદ આવશું તમને
બુરી એક યાદ જેમ ભુલાય એમ નથી...
હું હર એક હદે ગયો તો એના માટે
માફ કરજે પણ હવે પાછું વળાય એમ નથી...
હું નાખુશ છું કે બધા મારા જેવા જ છે
સાલું આ બધાની જેમ થવાય એમ નથી...
કશીક તો મજબૂરી હશે ને મારીય "આદિલ' ??
કહી દઉં ?? ના ના હવે કેહવાય એમ નથી...
©Sandip...