ફરજીયાત - મરજીયાત
બધું જ ફરજીયાત
એક હું જ મરજીયાત,
સવારના એલાર્મ થી રાતની પથારી સુધી
બધું જ ફરજીયાત,
એક મારી તબિયત જ મરજીયાત,
કુકર ની સીટી, વાસણ નો અવાજ
બધું જ ફરજીયાત,
બંગડી નો ખનકાર અને પાયલ નો છનકાર
મરજીયાત,
બધા તહેવાર અને બધા વહેવાર ફરજીયાત,
ખાલી મારા શોખ અને સપનાં મરજીયાત.
હિતેશ્રી વસાણી (શ્રી)
©lic of india
#Aasmaan