શોધું છું
દ્રશ્યમાં રહેલ અદ્ર્શ્ય શોધું છું
વ્યર્થમાં પણ હું તથ્ય શોધું છું
પ્રલયમાં રહેલ લય શોધું છું
અંતમાં પણ હું આરંભ શોધું છું
કાલમાં રહેલ આજ શોધું છું
ઘોંઘાટમાં પણ હું સાઝ શોધું છું
સવાલમાં રહેલ જવાબ શોધું છું
જાગતા પણ હું ખ્વાબ શોધું છું
નિરાશામાં રહેલ આશ શોધું છું
શ્વાસમાં પણ હું પ્રાસ શોધું છું
અંધકારમાં રહેલ પ્રભાત શોધું છું
અંતરમાં હું કાયનાત શોધું છું
©Jaykishan Dani
#sunrays