English
White એમ કઈ થોડું સાવ પૂરું કરાય? પૂરું થયું ત્યાંથી આગળ વધાય પ્રસ્તાવના જોઈને અટકી ન જવા અંત સુધી એકવાર આખી વંચાય દુઃખ દર્દ દવા દુવા સિવાય ઘણું છે નાનીનાની મોજ પર ગઝલ લખાય ને આવકારો તો મીઠો જ આપવાનો આવતા જોઈ કોઈને દ્વાર બંધ કરાય? આપલે નફો ખોટ વ્યવસાયમાં હોય વ્યવહારમાં તો માત્ર લેણદેણ સચવાય જયકિશન દાણી ૦૬-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani
Jaykishan Dani
15 Love
White આ જિંદગી ફરી જીવવા મળે તો? ફાટેલ વસ્ત્ર ફરી સીવવા મળે તો ઈચ્છું છું કે ફરી સમુદ્ર મંથન થાય શિવ માફક ઝેર ફરી પીવા મળે તો? એકવાર ફરી અરજી કરી, રમી લઉં શું થાય? જો ફરી જીતવા મળે તો? કરવો છે અંધકાર દૂર એક ઈચ્છા છે શોધું છું જો એક બે દીવા મળે તો ઉઘાડા પગે પહોંચી જાઉં તેમના દ્વારે આ કેદ માંથી છૂટી નીકળવા મળે તો જયકિશન દાણી ૦૪-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani
12 Love
White આ જિંદગી ફરી જીવવા મળે તો? ફાટેલ વસ્ત્ર ફરી સીવવા મળે તો ઈચ્છું છું કે ફરી સમુદ્ર મંથન થાય શિવ માફક ઝેર ફરી પિવા મળે તો? એકવાર ફરી અરજી કરી, રમી લઉં શું કરું? જો ફરી જીતવા મળે તો? કરવો છે અંધકાર દૂર એક ઈચ્છા છે જો સફરમાં ફરી દીવા મળે તો ઉઘાડા પગે પહોંચી જાઉં તેમના દ્વારે આ કેદ માંથી ફરી નીકળવા મળે તો જયકિશન દાણી ૦૪-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani
White **"" સાલ મુબારક ""** નવી આશા લઈને આવ્યું છે નવું વર્ષ નવા સપના લઈને આવ્યું છે નવું વર્ષ નવો વિશ્વાસ લઈને આવ્યું છે નવું વર્ષ નવી પ્રાર્થના લઈને આવ્યું છે નવું વર્ષ ભૂલી જવામાં જ મજા છે કપટને નવી વફા લઈને આવ્યું છે નવું વર્ષ ગીતામાં લખ્યું છે પરિવર્તન નિયમ છે નવી પ્રથા લઈને આવ્યું છે નવું વર્ષ લંબાવો હાથ સફળતા રાહ જુવે છે નવી ઉષ્મા લઈને આવ્યું છે નવુ વર્ષ વાત અંધકારની કરશોમાં હવે બિલકુલ નવી આભા લઈને આવ્યું છે નવું વર્ષ થઈ જાવ તૈયાર આવકારવા નવા વર્ષને નવી પ્રભાત લઈને આવ્યું છે નવુ વર્ષ જયકિશન દાણી ૦૧-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani
નવી આશા લઈને આવ્યું નવું વર્ષ નવા સપના લઈને આવ્યું નવું વર્ષ નવો વિશ્વાસ લઈને આવ્યું નવું વર્ષ નવી પ્રાર્થના લઈને આવ્યું નવું વર્ષ ભૂલી જવામાં જ મજા છે કપટને નવી વફા લઈને આવ્યું નવું વર્ષ ગીતામાં લખ્યું છે પરિવર્તન નિયમ છે નવી પ્રથા લઈને આવ્યું નવું વર્ષ સફળતા રાહ જુવે છે લંબાવો હાથ નવી ઉષ્મા લઈને આવ્યું છે નવુ વર્ષ વાત અંધકારની કરશોમાં હવે બિલકુલ નવી આભા લઈને આવ્યું છે નવું વર્ષ જયકિશન દાણી ૦૧-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani
*દિવાળીની હાર્દિક શુભકામનાઓ** ઘરની સજાવટ નહીં થાય તો ચાલશે સંબંધો સચવાય જાય તોય ઘણું મળવાનું રોજેરોજ નહીં થાય તો ચાલશે લાગણી જળવાય રહે તોય ઘણું હાર જીત તો રહેવાની જ રમતમાં ખેલદિલી થી રમાય તોય ઘણું જગમગતા ભપકા નહીં હોય તો ચાલશે પ્રસંગ હૃદય પૂર્વક ઉજવાય તોય ઘણું ને આ દિવાળીએ લક્ષ્મીપૂજન ન થાય તો ચાલશે "લક્ષ્મીજી" ને અવતરવા દો તોય ઘણું જયકિશન દાણી ૨૭-૧૦-૨૦૨૪ ©Jaykishan Dani
11 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here