White આજની કવિતા
નદીઓ મારા શ્વાસમાં દોડે,
ભીંતર બેઠો દરિયો ખોળે.
એને હામ છે જાઉં પિયુજીની પાસ...
પણ માધવ મારો ઊભો બારી બ્હાર.
વાદળા આજે ઘાસમાં રોળે,
આંખમાં બેઠા સ્વપ્ના ખોળે.
એને હામ છે મારે જોવું છે પાતાળ...
પણ માધવ મારો ઊભો બારી બ્હાર.
ડુંગરા આજે વાત વખોડે,
ઝરણા થઈ ને જાત ઝબોળે.
એને હામ છે મારે ગીત ગાવું છે ખાસ...
પણ માધવ મારો ઊભો બારી બ્હાર.
ભોઈ ગૌરાંગ વી તા ૦૩/૦૯/૨૦૨૪
©G V
#Thinking kavy