મારી નારાજગી તારા આ કામની અસર,
બેખબર રાખી મુજને લુચ્ચી તારી નજર.
ચાલ્યાં કરશે આ અબોલા હવે રસ્તેથી,
કરી લેને મારાં મોંઘા બોલની થોડી કદર .
વાહ શું કરે? અભિનય અજાણતા બની,
પડદો ઉંચો ને નારાજગીની લાંબી સફર.
રાખ્યાં હોય ખિસ્સામાં તો કાઢ બહાના,
જોવું ખોટી દલીલોમાં તું કેટલો સફળ.
હું બેઠી જજ બની ખારીજ કરે દલીલો,
ધીરે ધીરે દંડ કરતી સજામાં નહિ કસર.
©monika makwana( mahek)
#LostInNature