ગઝલ : રંક ઊંઘમાં પણ જાગતું શમણું હશે, સત્ય ભાસે ત | ગુજરાતી કવિતા

"ગઝલ : રંક ઊંઘમાં પણ જાગતું શમણું હશે, સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે, મુખ પર જેના સદા હો સ્મિત પણ, હર્ષ કરતાં દર્દ એ બમણું હશે, નાથ દુઃખો દૂર કરવા રાંક ના, જે કરે ચકચૂર એ દરણું હશે ? જીવવાની હોય ઈચ્છા શોધ કર, સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે, રાત પડતાં હોય અંધારું બધે, બારણું ખુલશે એ ઉગમણું હશે, દેખ આંખો ધ્યાન આપી રાંકની, શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે, ટંક ભોજન કાજ પળપળ વેઠવું, ભૂખ કાજે દોડતું હરણું હશે, રાહ ચાલી ધ્યેયને એ પામશે, રંક સમ જેનું વલણ નમણું હશે, હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" ! દર્દ આવે તો પ્રભુ શરણું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ"

 ગઝલ : રંક

ઊંઘમાં પણ જાગતું શમણું હશે,
સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે,

મુખ પર જેના સદા હો સ્મિત પણ,
હર્ષ કરતાં દર્દ એ બમણું હશે,

નાથ દુઃખો દૂર કરવા રાંક ના,
જે કરે ચકચૂર એ દરણું હશે ?

જીવવાની હોય ઈચ્છા શોધ કર,
સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે,

રાત પડતાં હોય અંધારું બધે,
બારણું ખુલશે એ ઉગમણું હશે,

દેખ આંખો ધ્યાન આપી રાંકની,
શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે,

ટંક ભોજન કાજ પળપળ વેઠવું,
ભૂખ કાજે દોડતું હરણું હશે,

રાહ ચાલી ધ્યેયને એ પામશે, 
રંક સમ જેનું વલણ નમણું હશે,

હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" !
દર્દ આવે તો પ્રભુ શરણું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ

ગઝલ : રંક ઊંઘમાં પણ જાગતું શમણું હશે, સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે, મુખ પર જેના સદા હો સ્મિત પણ, હર્ષ કરતાં દર્દ એ બમણું હશે, નાથ દુઃખો દૂર કરવા રાંક ના, જે કરે ચકચૂર એ દરણું હશે ? જીવવાની હોય ઈચ્છા શોધ કર, સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે, રાત પડતાં હોય અંધારું બધે, બારણું ખુલશે એ ઉગમણું હશે, દેખ આંખો ધ્યાન આપી રાંકની, શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે, ટંક ભોજન કાજ પળપળ વેઠવું, ભૂખ કાજે દોડતું હરણું હશે, રાહ ચાલી ધ્યેયને એ પામશે, રંક સમ જેનું વલણ નમણું હશે, હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" ! દર્દ આવે તો પ્રભુ શરણું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi

People who shared love close

More like this

Trending Topic