Tirth Soni

Tirth Soni "Bandgi" Lives in Rajkot, Gujarat, India

कभी मुख से निकली, कभी स्याही से लिखी, किसी जुड़े हाथो से पढ़ी, कभी खुले हाथ में बंधी, किसी की आरज़ू, किसी की चाहत से हुआ सृजन मेरा, नरसिंह की करताल हूं, मीर का एकतर, आत्मा की पुकार हूं में खुदा की प्यारी बंदगी। न में फकीर हूं, न हु में शराबी प्यासा जाम का, रहता में संसार मे, सेवक सदगुरू और श्याम का। - बंदगी

  • Latest
  • Popular
  • Video

પ્રથમ ભીતર થી સાવ શુદ્ધ થા, પછી હળવે હળવે બુદ્ધ થા... - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#બુદ્ધ  પ્રથમ ભીતર થી સાવ શુદ્ધ થા,
પછી હળવે હળવે બુદ્ધ થા...

- તીર્થ સોની "બંદગી"
   રાજકોટ

ગઝલ : રંક ઊંઘમાં પણ જાગતું શમણું હશે, સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે, મુખ પર જેના સદા હો સ્મિત પણ, હર્ષ કરતાં દર્દ એ બમણું હશે, નાથ દુઃખો દૂર કરવા રાંક ના, જે કરે ચકચૂર એ દરણું હશે ? જીવવાની હોય ઈચ્છા શોધ કર, સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે, રાત પડતાં હોય અંધારું બધે, બારણું ખુલશે એ ઉગમણું હશે, દેખ આંખો ધ્યાન આપી રાંકની, શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે, ટંક ભોજન કાજ પળપળ વેઠવું, ભૂખ કાજે દોડતું હરણું હશે, રાહ ચાલી ધ્યેયને એ પામશે, રંક સમ જેનું વલણ નમણું હશે, હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" ! દર્દ આવે તો પ્રભુ શરણું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#ગુજરાતી #કવિતા #દર્દ #આંસુ #alfazebandgi  ગઝલ : રંક

ઊંઘમાં પણ જાગતું શમણું હશે,
સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે,

મુખ પર જેના સદા હો સ્મિત પણ,
હર્ષ કરતાં દર્દ એ બમણું હશે,

નાથ દુઃખો દૂર કરવા રાંક ના,
જે કરે ચકચૂર એ દરણું હશે ?

જીવવાની હોય ઈચ્છા શોધ કર,
સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે,

રાત પડતાં હોય અંધારું બધે,
બારણું ખુલશે એ ઉગમણું હશે,

દેખ આંખો ધ્યાન આપી રાંકની,
શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે,

ટંક ભોજન કાજ પળપળ વેઠવું,
ભૂખ કાજે દોડતું હરણું હશે,

રાહ ચાલી ધ્યેયને એ પામશે, 
રંક સમ જેનું વલણ નમણું હશે,

હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" !
દર્દ આવે તો પ્રભુ શરણું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ

ગઝલ : સેવક રામ ના જો તર્યા પાષાણ દરિયે રામ ના છે ગદાધર ભક્ત સીતારામ ના આવશે ઉદ્ધાર કરવા સર્વ નો અંજની જાયા ને સેવક રામ ના દંભ ને ડર ભાગશે ને ભૂત પણ જ્યાં કરે સંભાળ સેવક રામ ના આસુરી જીવો નું આખું ગામ ને બંધુ રાવણના છે સેવક રામ ના ! માત સીતા શોધવા લંકા ગયાં બાગ દેખાડે ભગત શ્રી રામ ના દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના હર ગલી છેડે નગર માં એ હશે દેવ માં શામિલ કપિ છે રામ ના ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના બંદગી ભજ દાસ એ શ્રી રામ ના - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#હનુમાન #કવિતા #alfazebandgi #સેવક #ગઝલ  ગઝલ : સેવક રામ ના

જો તર્યા પાષાણ દરિયે રામ ના
છે ગદાધર ભક્ત સીતારામ ના

આવશે ઉદ્ધાર કરવા સર્વ નો
અંજની જાયા ને સેવક રામ ના

દંભ ને ડર ભાગશે ને ભૂત પણ
જ્યાં કરે સંભાળ સેવક રામ ના

આસુરી જીવો નું આખું ગામ ને
બંધુ રાવણના છે સેવક રામ ના !

માત સીતા શોધવા લંકા ગયાં
બાગ દેખાડે ભગત શ્રી રામ ના

દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ
પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના

હર ગલી છેડે નગર માં એ હશે
દેવ માં શામિલ કપિ છે રામ ના

ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના
બંદગી ભજ દાસ એ શ્રી રામ ના

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ

ગઝલ : માંગવા જેવું હશે કર્મ નું ફળ ચાખવા જેવું હશે દાન માં પણ આપવા જેવું હશે દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ? જીવ ને ક્યાં ભાગવા જેવું હશે ! મેળ ના હો એકબીજા ને છતાં સ્નેહ બંધન સાંધવા જેવું હશે પ્રેમ માં કાયમ મળે છે વેદના તે છતાં એ માણવા જેવું હશે દીપ સાથે જે બળી મળશે મને એ મળેલું રાખવા જેવું હશે સંગ માં પાયલ તણી રણકાર માં ધ્યાન દો તો જાણવા જેવું હશે વિશ્વ આખું એક નો વિસ્તાર, એ સાર માં પણ ગાળવા જેવું હશે દેહ નશ્વર ને અમર આત્મા છતાં એજ તારણ ભાંગવા જેવું હશે જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ? શેષ કંઈ પામવા જેવું હશે હેત થી સૌ ને તમે સ્વીકારજો બંદગી માં માંગવા જેવું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#માંગવા #કર્મફળ #જેવું #કવિતા #alfazebandgi  ગઝલ : માંગવા જેવું હશે

કર્મ નું ફળ ચાખવા જેવું હશે
દાન માં પણ આપવા જેવું હશે

દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ?
જીવ ને ક્યાં ભાગવા જેવું હશે !

મેળ ના હો એકબીજા ને છતાં
સ્નેહ બંધન સાંધવા જેવું હશે

પ્રેમ માં કાયમ મળે છે વેદના
તે છતાં એ માણવા જેવું હશે

દીપ સાથે જે બળી મળશે મને
એ મળેલું રાખવા જેવું હશે

સંગ માં પાયલ તણી રણકાર માં
ધ્યાન દો તો જાણવા જેવું હશે

વિશ્વ આખું એક નો વિસ્તાર, એ
સાર માં પણ ગાળવા જેવું હશે

દેહ નશ્વર ને અમર આત્મા છતાં
એજ તારણ ભાંગવા જેવું હશે

જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ?
શેષ કંઈ પામવા જેવું હશે

હેત થી સૌ ને તમે સ્વીકારજો
બંદગી માં માંગવા જેવું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ
#fightaginstcorona #કવિતા #coronaviruses #alfazebandgi

હાઈકુ માળા "કોરોના" કાવ્ય ને કીધું માસ્ક પહેર, હાથ ખાસા કરી લે કોરોના વિશે લખવા સાવચેતી રાખવી જોશે છીંક આવે તો, રૂમાલ આડો રાખ મહામારી થી સાવધ રહે હાથ મિલાવ નહીં જોડ જે હાથ બંદગી કહે ઘરમાં રહે, બચે મહામારી થી - તીર્થભાઈ સોની "બંદગી" રાજકોટ

#કોરોના #કવિતા #coronaviruses #corona  હાઈકુ માળા "કોરોના"

કાવ્ય ને કીધું
માસ્ક પહેર, હાથ
ખાસા કરી લે

કોરોના વિશે
લખવા સાવચેતી
રાખવી જોશે

છીંક આવે તો,
રૂમાલ આડો રાખ
મહામારી થી

સાવધ રહે
હાથ મિલાવ નહીં
જોડ જે હાથ

બંદગી કહે
ઘરમાં રહે, બચે
મહામારી થી

- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ

#કોરોના #corona #coronaviruses હાઈકુ માળા "કોરોના" - તીર્થભાઈ સોની "બંદગી" રાજકોટ

10 Love

Trending Topic