ગઝલ : સેવક રામ ના

જો તર્યા પાષાણ દરિયે રામ ના
છે
  • Latest
  • Popular
  • Video

ગઝલ : સેવક રામ ના જો તર્યા પાષાણ દરિયે રામ ના છે ગદાધર ભક્ત સીતારામ ના આવશે ઉદ્ધાર કરવા સર્વ નો અંજની જાયા ને સેવક રામ ના દંભ ને ડર ભાગશે ને ભૂત પણ જ્યાં કરે સંભાળ સેવક રામ ના આસુરી જીવો નું આખું ગામ ને બંધુ રાવણના છે સેવક રામ ના ! માત સીતા શોધવા લંકા ગયાં બાગ દેખાડે ભગત શ્રી રામ ના દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના હર ગલી છેડે નગર માં એ હશે દેવ માં શામિલ કપિ છે રામ ના ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના બંદગી ભજ દાસ એ શ્રી રામ ના - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#હનુમાન #કવિતા #alfazebandgi #સેવક #ગઝલ  ગઝલ : સેવક રામ ના

જો તર્યા પાષાણ દરિયે રામ ના
છે ગદાધર ભક્ત સીતારામ ના

આવશે ઉદ્ધાર કરવા સર્વ નો
અંજની જાયા ને સેવક રામ ના

દંભ ને ડર ભાગશે ને ભૂત પણ
જ્યાં કરે સંભાળ સેવક રામ ના

આસુરી જીવો નું આખું ગામ ને
બંધુ રાવણના છે સેવક રામ ના !

માત સીતા શોધવા લંકા ગયાં
બાગ દેખાડે ભગત શ્રી રામ ના

દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ
પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના

હર ગલી છેડે નગર માં એ હશે
દેવ માં શામિલ કપિ છે રામ ના

ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના
બંદગી ભજ દાસ એ શ્રી રામ ના

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ
Trending Topic