કોઈના બે આંસુ લૂછો, પછી દીપ પ્રગટાવો લંબાવી હાથ કે | ગુજરાતી શાયરી અને

"કોઈના બે આંસુ લૂછો, પછી દીપ પ્રગટાવો લંબાવી હાથ કેમછો પૂછો, પછી દીપ પ્રગટાવો જાવ કોઈની ઝૂંપડીએ, ને ઉજાસ પાથરો પહેલા તેના દુઃખ ઉલેચો, પછી દીપ પ્રગટાવો પૂછાય સભામાં પ્રશ્ન, કોણ બનશે કર્ણ? પ્રથમ કરો હાથ ઊંચો, પછી દીપ પ્રગટાવો રાચરચીલું વસાવો ને કલરકામ પણ કરવો, સાથે રાગ દ્વેષ અહમ્ ઈર્ષા ભૂલો, પછી દીપ પ્રગટાવો દિવાળી છે ઉજાસનો તહેવાર એ વાત સાચી, પણ પહેલા કોઈનો જલાવો ચૂલો, પછી દીપ પ્રગટાવો જયકિશન દાણી ૦૮-૧૧-૨૦૨૩ ©Jaykishan Dani"

 કોઈના બે આંસુ લૂછો, પછી દીપ પ્રગટાવો
લંબાવી હાથ કેમછો પૂછો, પછી દીપ પ્રગટાવો

જાવ કોઈની ઝૂંપડીએ, ને ઉજાસ પાથરો
પહેલા તેના દુઃખ ઉલેચો, પછી દીપ પ્રગટાવો

પૂછાય સભામાં પ્રશ્ન, કોણ બનશે કર્ણ?
પ્રથમ કરો હાથ ઊંચો, પછી દીપ પ્રગટાવો

રાચરચીલું વસાવો ને કલરકામ પણ કરવો, સાથે
રાગ દ્વેષ અહમ્ ઈર્ષા ભૂલો, પછી દીપ પ્રગટાવો

દિવાળી છે ઉજાસનો તહેવાર એ વાત સાચી, પણ
પહેલા કોઈનો જલાવો ચૂલો, પછી દીપ પ્રગટાવો

જયકિશન દાણી
૦૮-૧૧-૨૦૨૩

©Jaykishan Dani

કોઈના બે આંસુ લૂછો, પછી દીપ પ્રગટાવો લંબાવી હાથ કેમછો પૂછો, પછી દીપ પ્રગટાવો જાવ કોઈની ઝૂંપડીએ, ને ઉજાસ પાથરો પહેલા તેના દુઃખ ઉલેચો, પછી દીપ પ્રગટાવો પૂછાય સભામાં પ્રશ્ન, કોણ બનશે કર્ણ? પ્રથમ કરો હાથ ઊંચો, પછી દીપ પ્રગટાવો રાચરચીલું વસાવો ને કલરકામ પણ કરવો, સાથે રાગ દ્વેષ અહમ્ ઈર્ષા ભૂલો, પછી દીપ પ્રગટાવો દિવાળી છે ઉજાસનો તહેવાર એ વાત સાચી, પણ પહેલા કોઈનો જલાવો ચૂલો, પછી દીપ પ્રગટાવો જયકિશન દાણી ૦૮-૧૧-૨૦૨૩ ©Jaykishan Dani

દીપ પ્રગટાવો

People who shared love close

More like this

Trending Topic