ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. છે આમ તો બંધા

"ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. છે આમ તો બંધારણમાં સમતા, બંધુતાની વાત, સાંજે શહેરનાં નાકે ઊભાં વાતો કરતાં લોકો છ સાત, ક્યાં રહ્યું છે હવે નાત જાત. તે છતાં, ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત આપણે એકબીજામાં એ રીતે ભળી ગયાં ગયાં પ્રિયે, જાણે તું દાળ અને હું ભાત પણ કાલે જ બાપે તારા મને પૂછી મારી જાત. કહ્યું તમારી અમારી એક નથી નાત. પ્રિયે, તું જ કહે હવે કંઈ રીતે લઈ આવું બારાત ? કેમ કે ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. લાગે જ ને પછી આઘાત ત્યાં કેવું શિક્ષણ અને વળી કેવી સમતાની વાત !!? જ્યારે શિક્ષિત લોકો જ પૂછે શું તમારી જાત ? સદીઓ પછીય પણ દાયકાઓ પછી પણ, કાલે પણ,આજે પણ સંવિધાનની સાક્ષીમાં કાળા પડછાયા જેમ આ પ્રશ્ન છોડે નહીં સાથ કોઈ અતૃપ્ત ગણિકા જેમ પકડી રાખે મારો હાથ આવે નહીં ઊંઘ આખી રાત. જ્યારે કોઈ પૂછે મને મારી જાત. રાહ જોઉં છું રાહુલ ઉગે કોઈ એવી પ્રભાત જ્યાં હોય સમતા, બંધુતા અને એક્ત્વની વાત, જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત. જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત. -રાહુલ વણોદ મો.8000739976"

 ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત.

છે આમ તો બંધારણમાં
 સમતા, બંધુતાની વાત,
સાંજે શહેરનાં નાકે ઊભાં 
વાતો કરતાં લોકો છ સાત,
ક્યાં રહ્યું છે હવે નાત જાત.

તે છતાં, ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત

આપણે એકબીજામાં એ
રીતે ભળી ગયાં ગયાં પ્રિયે,
જાણે તું દાળ અને હું ભાત 
પણ કાલે જ બાપે તારા
મને પૂછી મારી જાત.
કહ્યું તમારી અમારી 
એક નથી નાત.
પ્રિયે, તું જ કહે હવે કંઈ
રીતે લઈ આવું બારાત ?

કેમ કે ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત. 

લાગે જ ને પછી આઘાત
ત્યાં કેવું શિક્ષણ અને વળી 
કેવી સમતાની વાત !!?
જ્યારે શિક્ષિત લોકો જ
પૂછે શું તમારી જાત ?

સદીઓ પછીય પણ
દાયકાઓ પછી પણ,
કાલે પણ,આજે પણ
સંવિધાનની સાક્ષીમાં
કાળા પડછાયા જેમ
આ પ્રશ્ન છોડે નહીં સાથ
કોઈ અતૃપ્ત ગણિકા જેમ 
પકડી રાખે મારો હાથ

આવે નહીં ઊંઘ આખી રાત.
જ્યારે કોઈ પૂછે મને મારી જાત.

રાહ જોઉં છું રાહુલ
ઉગે કોઈ એવી પ્રભાત 
જ્યાં હોય સમતા, બંધુતા 
અને એક્ત્વની વાત,
જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત.
જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત.

-રાહુલ વણોદ
મો.8000739976

ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. છે આમ તો બંધારણમાં સમતા, બંધુતાની વાત, સાંજે શહેરનાં નાકે ઊભાં વાતો કરતાં લોકો છ સાત, ક્યાં રહ્યું છે હવે નાત જાત. તે છતાં, ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત આપણે એકબીજામાં એ રીતે ભળી ગયાં ગયાં પ્રિયે, જાણે તું દાળ અને હું ભાત પણ કાલે જ બાપે તારા મને પૂછી મારી જાત. કહ્યું તમારી અમારી એક નથી નાત. પ્રિયે, તું જ કહે હવે કંઈ રીતે લઈ આવું બારાત ? કેમ કે ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. લાગે જ ને પછી આઘાત ત્યાં કેવું શિક્ષણ અને વળી કેવી સમતાની વાત !!? જ્યારે શિક્ષિત લોકો જ પૂછે શું તમારી જાત ? સદીઓ પછીય પણ દાયકાઓ પછી પણ, કાલે પણ,આજે પણ સંવિધાનની સાક્ષીમાં કાળા પડછાયા જેમ આ પ્રશ્ન છોડે નહીં સાથ કોઈ અતૃપ્ત ગણિકા જેમ પકડી રાખે મારો હાથ આવે નહીં ઊંઘ આખી રાત. જ્યારે કોઈ પૂછે મને મારી જાત. રાહ જોઉં છું રાહુલ ઉગે કોઈ એવી પ્રભાત જ્યાં હોય સમતા, બંધુતા અને એક્ત્વની વાત, જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત. જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત. -રાહુલ વણોદ મો.8000739976

#ડર લાગે છે.

People who shared love close

More like this

Trending Topic