Rahul kumar

Rahul kumar

એક એવો માણસ મળે મને ભીડમાં, જે કોઈ સ્વાર્થ કે મતલબ વગર મળે..!! - રાહુલ

  • Latest
  • Popular
  • Video

Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી, જનતાને પુરો ઘરમાં,તમે બહાર ફરો મંત્રી જી. કહો છો,કોરોના ગાઈડલાઈનનું પાલન કરો, અને છો તમે જ માસ્ક વગર ફરો મંત્રી જી. જનતા દેશની મૂંગી,બહેરી છે શું ખબર પડે ? આપ, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરો મંત્રી જી. દઈ વેચી દેશ અને દેશની સંપત્તિ છડેચોક, છો આમ તમે વિકાસ દેશનો કરો મંત્રી જી. વેરો નાખો વધારી અને દંડ કરી દો ડબલ, પૈસે જનતાના ઘર આપનાં ભરો મંત્રી જી. પહેલાં લો ખરીદી મીડિયા, પત્રકારો પછી, ખૂબ ખુદનો પ્રચાર' ને પ્રસાર કરો મંત્રી જી. જોડશે હાથ જનતા આખું વર્ષ તમને ફક્ત, ચૂંટણી ટાણે હાથ જનતાને જોડો મંત્રી જી. વોટ નહીં મળે તમોને હશે જો ભાઈ ચારો, હિન્દૂ મુસ્લિમ કરી દેશ આખો તોડો મંત્રી જી. - રાહુલ વણોદ મો.8000739976

#મંત્રી_જી  Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી,
જનતાને પુરો ઘરમાં,તમે બહાર ફરો મંત્રી જી.

કહો છો,કોરોના ગાઈડલાઈનનું પાલન કરો,
અને છો તમે જ માસ્ક વગર ફરો મંત્રી જી.

જનતા દેશની મૂંગી,બહેરી છે શું ખબર પડે ?
આપ, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરો મંત્રી જી.

દઈ વેચી દેશ અને  દેશની સંપત્તિ છડેચોક,
 છો આમ તમે વિકાસ દેશનો કરો મંત્રી જી.

વેરો નાખો વધારી અને દંડ કરી દો ડબલ,
 પૈસે જનતાના ઘર આપનાં ભરો મંત્રી જી.

પહેલાં લો ખરીદી મીડિયા, પત્રકારો પછી,
ખૂબ ખુદનો પ્રચાર' ને પ્રસાર કરો મંત્રી જી.

જોડશે હાથ જનતા આખું વર્ષ તમને ફક્ત,
 ચૂંટણી ટાણે હાથ જનતાને જોડો મંત્રી જી.

વોટ નહીં મળે તમોને હશે જો ભાઈ ચારો,
હિન્દૂ મુસ્લિમ કરી દેશ આખો તોડો મંત્રી જી.

                - રાહુલ વણોદ
                  મો.8000739976

કાલે રાતે પીધી હતી અસર એની હજુય છે. એક ઘૂંટ લીધી હતી અસર એની હજુય છે. બધાં દર્દ ઓ ગમ દુનિયાના ભૂલી ગયો પણ, જે પ્રેમ કરી વીતી હતી અસર એની હજુય છે. - રાહુલ વણોદ મો.8000739976

#હજુય  કાલે રાતે પીધી હતી અસર એની હજુય છે.
એક ઘૂંટ લીધી  હતી અસર એની હજુય છે.

બધાં દર્દ ઓ ગમ દુનિયાના ભૂલી ગયો પણ,
જે પ્રેમ કરી વીતી હતી અસર એની હજુય છે.

        - રાહુલ વણોદ
          મો.8000739976

#હજુય છે.

10 Love

ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. છે આમ તો બંધારણમાં સમતા, બંધુતાની વાત, સાંજે શહેરનાં નાકે ઊભાં વાતો કરતાં લોકો છ સાત, ક્યાં રહ્યું છે હવે નાત જાત. તે છતાં, ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત આપણે એકબીજામાં એ રીતે ભળી ગયાં ગયાં પ્રિયે, જાણે તું દાળ અને હું ભાત પણ કાલે જ બાપે તારા મને પૂછી મારી જાત. કહ્યું તમારી અમારી એક નથી નાત. પ્રિયે, તું જ કહે હવે કંઈ રીતે લઈ આવું બારાત ? કેમ કે ડર લાગે છે, કોઈ પૂછે નહીં મારી જાત. લાગે જ ને પછી આઘાત ત્યાં કેવું શિક્ષણ અને વળી કેવી સમતાની વાત !!? જ્યારે શિક્ષિત લોકો જ પૂછે શું તમારી જાત ? સદીઓ પછીય પણ દાયકાઓ પછી પણ, કાલે પણ,આજે પણ સંવિધાનની સાક્ષીમાં કાળા પડછાયા જેમ આ પ્રશ્ન છોડે નહીં સાથ કોઈ અતૃપ્ત ગણિકા જેમ પકડી રાખે મારો હાથ આવે નહીં ઊંઘ આખી રાત. જ્યારે કોઈ પૂછે મને મારી જાત. રાહ જોઉં છું રાહુલ ઉગે કોઈ એવી પ્રભાત જ્યાં હોય સમતા, બંધુતા અને એક્ત્વની વાત, જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત. જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત. -રાહુલ વણોદ મો.8000739976

#ડર  ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત.

છે આમ તો બંધારણમાં
 સમતા, બંધુતાની વાત,
સાંજે શહેરનાં નાકે ઊભાં 
વાતો કરતાં લોકો છ સાત,
ક્યાં રહ્યું છે હવે નાત જાત.

તે છતાં, ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત

આપણે એકબીજામાં એ
રીતે ભળી ગયાં ગયાં પ્રિયે,
જાણે તું દાળ અને હું ભાત 
પણ કાલે જ બાપે તારા
મને પૂછી મારી જાત.
કહ્યું તમારી અમારી 
એક નથી નાત.
પ્રિયે, તું જ કહે હવે કંઈ
રીતે લઈ આવું બારાત ?

કેમ કે ડર લાગે છે,
કોઈ પૂછે નહીં મારી જાત. 

લાગે જ ને પછી આઘાત
ત્યાં કેવું શિક્ષણ અને વળી 
કેવી સમતાની વાત !!?
જ્યારે શિક્ષિત લોકો જ
પૂછે શું તમારી જાત ?

સદીઓ પછીય પણ
દાયકાઓ પછી પણ,
કાલે પણ,આજે પણ
સંવિધાનની સાક્ષીમાં
કાળા પડછાયા જેમ
આ પ્રશ્ન છોડે નહીં સાથ
કોઈ અતૃપ્ત ગણિકા જેમ 
પકડી રાખે મારો હાથ

આવે નહીં ઊંઘ આખી રાત.
જ્યારે કોઈ પૂછે મને મારી જાત.

રાહ જોઉં છું રાહુલ
ઉગે કોઈ એવી પ્રભાત 
જ્યાં હોય સમતા, બંધુતા 
અને એક્ત્વની વાત,
જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત.
જ્યાં કોઈ પૂછે નહીં મારી જાત.

-રાહુલ વણોદ
મો.8000739976

#ડર લાગે છે.

10 Love

જે આવે છે એ બધાં ગોખીને ચાલ્યા જાય છે, હું એ પુસ્તક છું જેને બહું ઓછા સમજી શકે છે. _rahul vanod

#જાય #poem  જે આવે છે એ બધાં ગોખીને ચાલ્યા જાય છે,
હું એ પુસ્તક છું જેને બહું ઓછા સમજી શકે છે.

                      _rahul vanod

#જાય છે

10 Love

#જશે

#જશે..

123 View

#krishna_flute
Trending Topic