પડ્યાં છે ઉંધા જીંદગીનાં સૌ પાસાં,  તારી હાર છે નિ

"પડ્યાં છે ઉંધા જીંદગીનાં સૌ પાસાં,  તારી હાર છે નિશ્ચિત, તું રાહ ન જો!     કહેતાં હતાં ક્યારેય હું દૂર ન જાઉં તારાથી, આજે એ જ છે બદલાયાં, તું રાહ ન જો!  દર્દ, ઉદાસી, પીડા તારાં સૌ સાથી'ને સંગાથી. હવેથી ખુશીની એક લહેર ન આવે, તું રાહ ન જો! જીવન એટલુંય સીધું નથી જેટલું સમજીએ ‌છીએ ઉતાર ચઢાવ તારે જ પસાર કરવાનાં, તું રાહ ન જો!   પારકાં છે એ પારખી ન શક્યાં, ને‌ ભ્રમમાં રહ્યાં એ આપણાં નહીં જ બને, કોઈની તું રાહ ન જો! ગમે એટલું બોલાવો તો પણ એ ક્યાં સાંભળે છે? માધવ પણ અજાણ થયો, હવે તો તું રાહ ન જો!    જીવન જીવવાની એક જ તો છે ફિલસૂફી, જાતે જ મોજમાં રહેવું, બીજાની તું રાહ ન જો! -"કુંજદીપ" ©Kinjal Pandya"

 પડ્યાં છે ઉંધા જીંદગીનાં સૌ પાસાં,
 તારી હાર છે નિશ્ચિત, તું રાહ ન જો!

  
 કહેતાં હતાં ક્યારેય હું દૂર ન જાઉં તારાથી,
આજે એ જ છે બદલાયાં, તું રાહ ન જો!


 દર્દ, ઉદાસી, પીડા તારાં સૌ સાથી'ને સંગાથી.
હવેથી ખુશીની એક લહેર ન આવે, તું રાહ ન જો!


જીવન એટલુંય સીધું નથી જેટલું સમજીએ ‌છીએ
ઉતાર ચઢાવ તારે જ પસાર કરવાનાં, તું રાહ ન જો!

 
પારકાં છે એ પારખી ન શક્યાં, ને‌ ભ્રમમાં રહ્યાં
એ આપણાં નહીં જ બને, કોઈની તું રાહ ન જો!


ગમે એટલું બોલાવો તો પણ એ ક્યાં સાંભળે છે?
માધવ પણ અજાણ થયો, હવે તો તું રાહ ન જો!

 
 જીવન જીવવાની એક જ તો છે ફિલસૂફી,
જાતે જ મોજમાં રહેવું, બીજાની તું રાહ ન જો!


-"કુંજદીપ"

©Kinjal Pandya

પડ્યાં છે ઉંધા જીંદગીનાં સૌ પાસાં,  તારી હાર છે નિશ્ચિત, તું રાહ ન જો!     કહેતાં હતાં ક્યારેય હું દૂર ન જાઉં તારાથી, આજે એ જ છે બદલાયાં, તું રાહ ન જો!  દર્દ, ઉદાસી, પીડા તારાં સૌ સાથી'ને સંગાથી. હવેથી ખુશીની એક લહેર ન આવે, તું રાહ ન જો! જીવન એટલુંય સીધું નથી જેટલું સમજીએ ‌છીએ ઉતાર ચઢાવ તારે જ પસાર કરવાનાં, તું રાહ ન જો!   પારકાં છે એ પારખી ન શક્યાં, ને‌ ભ્રમમાં રહ્યાં એ આપણાં નહીં જ બને, કોઈની તું રાહ ન જો! ગમે એટલું બોલાવો તો પણ એ ક્યાં સાંભળે છે? માધવ પણ અજાણ થયો, હવે તો તું રાહ ન જો!    જીવન જીવવાની એક જ તો છે ફિલસૂફી, જાતે જ મોજમાં રહેવું, બીજાની તું રાહ ન જો! -"કુંજદીપ" ©Kinjal Pandya

#StandProud

People who shared love close

More like this

Trending Topic