સખી, સાંભળ તું હૈયાની વાત,
કાંઠે બેસીને જોતી`તી મારા પિયુના આવવાની વાટ.
ઓસરીએ બેઠી`તી ત્યારે થયો તો મનમાં રે એક સવાલ,
વર્ષોથી ગયો છે પણ કદીયે કેમ ના એકેય તાર કે ટપાલ?
ઈચ્છા તો થાય છે ત્યાં જઈને કઈ દઉં કે ચાલ પાછો ચાલ.
સખી, સાંભળ તું હૈયાની વાત,
કાંઠે બેસીને જોતી`તી મારા પિયુના આવવાની વાટ.