માંડ-માંડ ચાલવાનું શીખી
ને શબ્દોને ગોઠવતા લાગી,
પિતાનાં કાળજાનો કટકો
ને માતાનાં રોટલાનો બટકો,
જેમ રવિ ઉગે કિરણ નીકળે
ને ઘરનાં ફળિયામાં ઝાંઝર રણકે,
ભવિષ્ય બનાવવા સપના જોવે
ને ત્યાંજ ચીખોથી અવાજ ફાટે,
નથી ખબર એને કે શું હશે જીવન
ને નરાધમોને હાથે આમ કચડાશે ?
આંખો ખુલી તો ત્યાંજ અંત
ને દુનિયામાંથી એ ખતમ,
ભગવાન ખબર છે તને કે જાનવર છે બધે
તો પછી શા માટે જનમ અપાવે છે બધે ?