શિક્ષક દોહા
પહેલા શિક્ષક માત છે, પિતા બીજે હાથ.
ત્રીજા ગુરુદેવ છે, શાળાએ સાક્ષાત.
સાચો શિક્ષક એ જ છે, ઘડતર પર દે જોર.
જીવનનું ચણતર કરે, એ જ સવાયો મોલ.
લાલન પાલન માત દે, શિક્ષક દે છે જ્ઞાન.
પિતા ઝાલે આંગળી, જગનો દે એ સાર.
ગુરુ શિષ્યની મધ્યમાં, નથી જાતિ કે ધર્મ.
જ્ઞાનની કરતા વાવણી, એ છે મોટો કર્મ.
સાચી શિક્ષા એ જ છે, કરે જ્ઞાનથી યુક્ત.
આપ્યું એને વહેંચીએ, થઈએ સદા ઋણમુક્ત
શિક્ષકથી છે જિંદગી, સાચા બનીએ શિષ્ય.
અનુભવના જ્ઞાનથી, બને સુંદર ભવિષ્ય.
શિક્ષા છે સંજીવની,શિક્ષક છે હનુમાન
મૃતસપનાં જીવાડતા, કરે જગ નિર્માણ.
શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા
©'ઉર'
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here