White માણસની જિંદગીનું અંતિમ ધ્યેય શું હોય છે.
સુખ! આપણે આખો દિવસ જે કંઈ કરીએ છીએ એ સુખ માટે જ કરતા હોઈએ છીએ. સુખ શેમાંથી મળે?
સુખ માટે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
કોઈને સફળતાથી સુખ મળે છે.
કોઈને સંપત્તિથી સુખ મળે છે, કોઈને સંબંધથી સુખ મળે છે.કોઈને શાંતિથી સુખ મળે છે. આ બધું મળી ગયા પછી પણ માણસ સુખી હોય છે ખરો? દરેક માણસને સુખનો અહેસાસ થતો જ હોય છે.
પ્રોબ્લેમ એ જ છે કે, સુખની અનુભૂતિ લાંબી ટકતી નથી.
સફળતા મળી ગઈ? હા, મળી ગઈ. એનો આનંદ થોડો વખત ટક્યો. બધું પાછું હતું એવું ને એવું થઈ ગયું.
બેલેન્સ શીટ કે પે સ્લીપની ખુશી થોડી જ ક્ષણોમાં ઓસરી જાય છે.
કોઈ વસ્તુ લીધી, થોડીક વાર મજા આવી પછી એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું. આવું જ થાય છે. બધાની સાથે આમ જ થતું આવ્યું છે.
©writer Devang Limbani
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here