ઘોંઘાટની કદર કરજો, સન્નાટો પિડાદાયક હોય છે
અંગતની ખબર પૂછજો, સન્નાટો પીડાદાયક હોય છે
દરેક વખતે એકાંત મોજ કરાવે એવું જરૂરી નથી
બધાની સાથે તરજો, સન્નાટો પીડાદાયક હોય છે
આજે જેની વાતો ટકટક લાગે છે કાલે સાથે ના પણ હોય
શબ્દોનું સામર્થ્ય સમજો, સન્નાટો પીડાદાયક હોય છે
ખોળાનો ખૂંદનાર ના હોય, ઘરમાં કલબલાટ ના હોય
એક વાંઝિયા ને પૂછજો, સન્નાટો પીડાદાયક હોય છે
જયકિશન દાણી
૨૯-૦૮-૨૦૨૪
©Jaykishan Dani
સન્નાટો