ભગવાનનું તમે જે રૂપ ધાર્યું છે, તેમાં તમારું મંતવ્ય વધાર્યું છે...
હોય શકે રૂપ અલગ ખુદાનું માણસ માટે કદાચ આ બતાવ્યું છે...
કોણ માને કે ઈશ્વર આવો જ હશે, રૂપ એનું કયું અહીંયા આવ્યું છે...
આવેછે વારંવાર વયો જાય છે, આ દુનિયામાં કોને ભલા ફાવ્યું છે...
બધું આખરે તો કુદરત જ છે સંજય,
આ તને ને મને કોણ અહીંયા લાવ્યું છે...
ના માનો કૃષ્ણને તો બુધને માનો...
અરે તમને ક્યાં કોઈ આમંત્રણ આવ્યું છે...
મૃત્યુ બધાનું સમાન છે જાય છે પ્રાણ માત્ર...
હોય ઈશ્વર કે ખુદા કોણ લેવા આવ્યું છે..!
આત્મા પણ મરતી હશે ક્યાંક તો આખરે...
આ વસ્તી ગણતરીમાં કે એને સ્થાન વધાર્યું છે...
ભગવાન તારી બાજુમાં બેસીને તને સમજાવશે,
તે ભલા કોઈ દિવસ કોઈનું કંઈ માન્યું છે...!
©Dr.S.K. Vagh
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here