White વિચારીને કદી જોશો , તો હું બેશક સદંતર છું
પહોંચી ના શકે આ મન, હું તો એવો નિરંતર છું.
ખુલે ત્રીજું જો લોચન તો, બચાવી લે કદી શંભુ,
બચાવી ના શકે શંભુ, હું તો એવો ભયંકર છું,
સમાવીને હું બેઠો છું, હજારો કૈંક બ્રહ્માંડો,
સદાયે કાળથી હું તો, નિરંતર છું, નિરંતર છું.
તમે ઉંડાઈને મારી, કદી માપી શકો પણ ના,
કરે દેવો વલોણું જઈ, સાચે હું એ સમંદર છું.
ભલા કુબેરને પણ હું, આ ઝંનત ભીખમાં આપું,
ખરેખર એટલો "ચાતક", ગગનમાં હું તવંગર છું.
ગફુલ રબારી "ચાતક"
©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here