Maan Gohil #અ.દ.ખ

Maan Gohil #અ.દ.ખ

ગઝલ, ગીત તારા સ્મરણના છે મણકા, હું તસબી ના બદલે કલમથી ભજુ છુ! #અ.દ.ખ

  • Latest
  • Popular
  • Video
#ખલાસી #આભાર #દિપક #મશાલ #specialone  માર્ગદર્શક અને પ્રિય મિત્ર કવિ શ્રી દિપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠને સપ્રેમ

@dipaksinhsolnki"દીપ" #મશાલ #દિપક #ખલાસી #આભાર 🙏🙏🙏 #specialone

87 View

થાય કેવી કોઈને ખોયા પછીની વેદના? આંખ બોલે કોઇમાં મોહ્યા પછીની વેદના. સ્વપ્નના ડાઘા પડ્યાં છે અોશિકાની ખોળ પર, છે પુરાવા, આંખને ધોયા પછીની વેદના. રંજ અેને કાં નથી? મારા પણું જો હોય તો, કોણ જાણે આંસુને લોયા પછીની વેદના? સ્મિત આ નવપલ્લવિત લાગે જ દુનિયાને ભલા, આપ જો માણો જરા રોયા પછીની વેદના, આંખમાં ખુંચ્યા કરે તસવીર જેવું હોય તો, છે ખલાસી કોઈને જોયા પછીની વેદના! ©મનિષકુમાર ગોહિલ "ખલાસી"

#મારીગઝલ #શાયરી #વેદના #ખલાસી #zindagikerang  થાય કેવી કોઈને ખોયા પછીની વેદના?
આંખ બોલે કોઇમાં મોહ્યા પછીની વેદના.

સ્વપ્નના ડાઘા પડ્યાં છે અોશિકાની ખોળ પર,
છે પુરાવા, આંખને ધોયા પછીની વેદના.

રંજ અેને કાં નથી? મારા પણું જો હોય તો,
કોણ જાણે આંસુને લોયા પછીની વેદના?

સ્મિત આ નવપલ્લવિત લાગે જ દુનિયાને ભલા,
આપ જો માણો જરા રોયા પછીની વેદના,

આંખમાં ખુંચ્યા કરે તસવીર  જેવું હોય તો,
છે ખલાસી કોઈને જોયા પછીની વેદના!

©મનિષકુમાર ગોહિલ "ખલાસી"

સ્વપ્ન ફળેને અેમ ફળી છે પીડા અમને, શાને વારંવાર મળી છે પીડા અમને? નાતો કોઈ હશે જૂનો કે વેરી છે આ? હું અવળો છું કે અવળી છે પીડા અમને? માંડ કરી મેં પંપાળીને સુવડાવીતી, અાંખે થઈ શમણાં સવળી છે પીડા અમને. અેમ વિચારી પ્યાલે નાખી પી જાવાની, આખે અાખો જેમ ગળી છે પીડા અમને. રોગ ભળે છે જેમ રગતમાં અેવી રીતે, આવી આબેહૂબ ભળી છે પીડા અમને. મોત "ખલાસી" ત્યારે કેવું સુંદર લાગે! શ્વાસ થયા જ્યાં બંધ ટળી છે પીડા અમને. ©©મનિષકુમાર ગોહિલ "ખલાસી"

#ખલાસી #પીડા #ગઝલ #Hopeless  સ્વપ્ન ફળેને અેમ ફળી છે પીડા અમને,
શાને  વારંવાર  મળી છે પીડા અમને?

નાતો   કોઈ હશે  જૂનો  કે વેરી છે  આ?
હું અવળો છું કે અવળી છે પીડા અમને?

માંડ  કરી મેં    પંપાળીને  સુવડાવીતી,
અાંખે થઈ શમણાં સવળી છે પીડા અમને.

અેમ વિચારી પ્યાલે  નાખી પી જાવાની,
આખે અાખો જેમ ગળી છે પીડા અમને.

રોગ ભળે છે જેમ રગતમાં અેવી રીતે,
આવી આબેહૂબ ભળી છે પીડા અમને.

મોત  "ખલાસી" ત્યારે   કેવું  સુંદર લાગે!
શ્વાસ થયા જ્યાં બંધ ટળી છે પીડા અમને.

©©મનિષકુમાર ગોહિલ "ખલાસી"

આ જગત આખું ભલે મગરૂર છે, અેક જણ ગેબી નશામાં ચૂર છે! તું ભલે નાદાન સમજે છે મને , તું જે સમજે છે મને મંજૂર છે. આમ તો છે પગ તળે મંઝીલ અને, તોય લાગે કે હજૂ બહું દૂર છે! અેક, બે, ત્રણ, ચાર બોલો કેટલા? હું ગણાવું આંકડા ભરપૂર છે. આંખને સંયમ નડે છલકે નહી, આંસુ નહિ પણ લાગણીના પૂર છે. આજ માથે હાથ મા અે ફેરવ્યો, અેટલે મારા વદન પર નૂર છે! આજ દરિયા તું જરા સંભાળજે' આ ખલાસી સાવ ગાંડો તૂર છે! ©ખલાસી

#ગાંડોતૂ્રછે #ગેબી_નશો #કવિતા #ખલાસી #ગઝલ  આ જગત આખું ભલે મગરૂર છે,
અેક જણ ગેબી  નશામાં ચૂર છે!

તું ભલે  નાદાન  સમજે છે મને ,
તું જે સમજે છે  મને  મંજૂર છે.

આમ તો છે પગ તળે મંઝીલ અને,
તોય લાગે કે હજૂ બહું  દૂર છે!

અેક, બે, ત્રણ, ચાર બોલો કેટલા?
હું  ગણાવું  આંકડા  ભરપૂર છે.

આંખને  સંયમ નડે છલકે  નહી,
 આંસુ નહિ પણ લાગણીના પૂર છે.

આજ માથે હાથ મા અે ફેરવ્યો,
અેટલે  મારા વદન  પર  નૂર છે!

આજ દરિયા તું જરા સંભાળજે'
આ  ખલાસી સાવ ગાંડો તૂર છે!

©ખલાસી

સૂનુ પડ્યું છે ફળિયું, આવી કોઇ જગાવો! રુમઝૂમતી ઝાંઝરીનો, રવ કોઈ લઇને આવો. સૂનુ પડ્યું.......... જે પાંચીકા હતા અે, પથ્થર થઈ પડ્યા છે; નાજુકડી અે હથેળીનો, સ્પર્શ પાછો લાવો! સૂનુ પડ્યું છે ફળિયું... પગલા ભુંસાઈ ગ્યા છે, યાદી હજી છે અકબંધ, નાનકડા અે ચરણની, પગલી ફરી પડાવો. સૂનુ પડ્યું છે ફળિયું..... કંઈક કહેવાને આવ્યો, ઝાડે બાંધેલ હિંચકો ઝૂલતુ નથી કોઈ પણ, કોને તમે ઝુલાવો? સૂનૂ પડ્યું છે ફળિયું......... પંડ્યે ચડી જ્યાં પીઠી, ત્યાં પારકી અે થઈ ગઈ. કાળજુ કાઢી લઈ ગ્યો, કેસરીયાળો સાફો. સૂનુ પડ્યું છે ફળિયું....... શીલા મૂકી હ્રદયપર , બસ અેટલું કહ્યું'તુ; સુખેથી દિકરી બા, તમે સાસરે સિધાવો. સૂનુ પડ્યું છે ફળિયું, આવી કોઈ જગાવો; રુમઝૂમતી ઝાંઝરીનો રવ કોઇ લઈને આવો. ✍️માન ગોહિલ "ખલાસી" વડોદરા

 સૂનુ પડ્યું છે ફળિયું,
            આવી કોઇ જગાવો!
રુમઝૂમતી ઝાંઝરીનો,
           રવ કોઈ લઇને આવો.
                 સૂનુ પડ્યું..........

જે પાંચીકા હતા અે,
            પથ્થર થઈ પડ્યા છે;
નાજુકડી  અે હથેળીનો,
               સ્પર્શ પાછો લાવો!
           સૂનુ પડ્યું છે ફળિયું...

પગલા ભુંસાઈ ગ્યા છે,
         યાદી હજી છે અકબંધ,
નાનકડા અે ચરણની,
              પગલી ફરી પડાવો.
         સૂનુ પડ્યું છે ફળિયું.....

કંઈક  કહેવાને  આવ્યો,
          ઝાડે  બાંધેલ હિંચકો
  ઝૂલતુ  નથી કોઈ પણ,
           કોને તમે ઝુલાવો?            
    સૂનૂ પડ્યું છે ફળિયું.........

પંડ્યે ચડી જ્યાં પીઠી,
        ત્યાં પારકી અે થઈ ગઈ.
  કાળજુ કાઢી લઈ ગ્યો,
               કેસરીયાળો સાફો.
      સૂનુ પડ્યું છે ફળિયું.......

શીલા મૂકી હ્રદયપર ,
            બસ અેટલું કહ્યું'તુ;
સુખેથી દિકરી બા,
          તમે સાસરે સિધાવો.

સૂનુ પડ્યું છે ફળિયું, આવી કોઈ જગાવો;
રુમઝૂમતી ઝાંઝરીનો રવ કોઇ લઈને આવો.

✍️માન ગોહિલ "ખલાસી" વડોદરા

#ફળિયું #કવિતા #અ_દ_ખ #Art

5 Love

ના ચીસ સાંભળી, ના *ચિત્કાર* સાંભળ્યો તે, ઊંડાણથી કરેલો પોકાર સાંભળ્યો તે? કણસ્યા કરી મદદની આશાકિરણ સહારે, જો શાંત થઈ પડ્યું શબ ઉંહકાર સાંભળ્યો તે? આઘાત પર તું ના દે આઘાત દિલને આવા, ધરતી ઉપર થતો હાહાકાર સાંભળ્યો તે? બ્હેરાશથી પીડાતા લોકો જરાક જાગો, આ સ્વાર્થના સગાનો ધિક્કાર સાંભળ્યો તે? મુદ્દા બનાવવામાં થોડી શરમ તો રાખો, ઉપકારની ઉપર છે અપકાર સાંભળ્યો તે? ભાળ્યો નથી છતાંયે છે હાજરી હમેંશા, રણકે અવાજમા જે અહંકાર સાંભળ્યો તે? અપરાધ,વાસનાનો ભોરીંગ લે છે ભરડો, નાથ્યે જ થાય છુટકો હુંકાર સાંભળ્યો તે? ફુંકે છે વાંસળી તો તું ચક્ર પણ ચલાવે, આ સાદ દર્દનો છે ચિક્કાર સાંભળ્યો તે? અદનો છું હું "ખલાસી" પણ સામનો કરીશું, અન્યાય ની વિરુદ્ધ પડકાર સાંભળ્યો તે! •°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°• ©માન ગોહિલ "ખલાસી" (વડોદરા)

#ચિત્કાર #કવિતા #વેદના #ગઝલ #Stoprape  ના ચીસ સાંભળી, ના *ચિત્કાર* સાંભળ્યો તે,
ઊંડાણથી કરેલો પોકાર સાંભળ્યો તે?

કણસ્યા કરી મદદની આશાકિરણ સહારે,
જો શાંત થઈ પડ્યું શબ ઉંહકાર સાંભળ્યો તે?

આઘાત પર તું ના દે આઘાત  દિલને આવા,
 ધરતી ઉપર થતો હાહાકાર સાંભળ્યો તે?

 બ્હેરાશથી પીડાતા લોકો જરાક જાગો,
  આ સ્વાર્થના સગાનો ધિક્કાર સાંભળ્યો તે?

મુદ્દા બનાવવામાં થોડી શરમ તો રાખો,
ઉપકારની ઉપર છે  અપકાર સાંભળ્યો તે?

ભાળ્યો નથી છતાંયે છે હાજરી હમેંશા,
રણકે અવાજમા જે અહંકાર સાંભળ્યો તે?

અપરાધ,વાસનાનો ભોરીંગ લે છે ભરડો,
નાથ્યે જ થાય છુટકો હુંકાર સાંભળ્યો તે?

ફુંકે છે વાંસળી તો તું ચક્ર પણ ચલાવે,
આ સાદ દર્દનો છે ચિક્કાર સાંભળ્યો તે?

અદનો છું હું "ખલાસી" પણ સામનો કરીશું,
અન્યાય ની વિરુદ્ધ પડકાર સાંભળ્યો તે!
•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•
©માન ગોહિલ "ખલાસી"
(વડોદરા)
Trending Topic