सहज

सहज Lives in Gandhinagar, Gujarat, India

✍️: मुरीद, सहज

  • Latest
  • Popular
  • Repost
  • Video

એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે, અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે! જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર! ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે! . ©सहज

#શાયરી #વિચાર #સમાજ #feelings #gujarati  એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે,

અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે!


જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર!

ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે!










.

©सहज

એ મોકલે છે વાતો વચ્ચે, હ્યદય ❤️ વારે વારે!... ખોટાં સરનામે પહોંચતું લાગે, આ હ્યદય વારે વારે!... મને જાણ છે, આ રાધાનો છે અયન બીજું જ કોઈ! કૃષ્ણ બની જાય છે હ્યદય વારે વારે!.. . ©सहज

#ગુજરાતી #પ્રેમ #શાયરી #krishna_flute #gujarati  એ મોકલે છે વાતો વચ્ચે,
હ્યદય ❤️ વારે વારે!...


ખોટાં સરનામે પહોંચતું લાગે, 
આ હ્યદય વારે વારે!...


મને જાણ છે,
આ રાધાનો છે અયન બીજું જ કોઈ!

કૃષ્ણ બની જાય છે હ્યદય વારે વારે!..





.

©सहज

'તારી યાદ આવે છે' અને બાજુમાં આંસુનું ટીપું, આ એક ખતમાં દુઃખ બધું મારું આવી ગયું! . ©सहज

#વિચારો #Memories #gujarati #intezar #Broken  'તારી યાદ આવે છે' અને બાજુમાં આંસુનું ટીપું,

આ એક ખતમાં દુઃખ બધું મારું આવી ગયું!







.

©सहज

સંબંધોમાં ખૂલ્લી બાજી રમી સદા!, ને સદા યુધિષ્ઠિર બની હાર્યો છું.... હવે, એની અને મારી આંખ વચ્ચે જે બ્યૂગલો ફૂંકાઈ છે! આ આખરી બાજી કાંચ-હ્યદય પરની!... દુર્યોધન માફક તો નહીં રમાય ને!? સાકરમાં લૂણ તો નહીં લવાય ને!? પ્રેમ છે તો એને તો નહીં છળાય ને!? કર્ણ માફક હારી જવાય ને!... કર્ણ માફક હારી જવાય ને!... ©सहज

#વિચારો #વિચાર #શાયરી #gujarati #thought  સંબંધોમાં ખૂલ્લી બાજી રમી સદા!,
 ને સદા યુધિષ્ઠિર બની હાર્યો છું....


 હવે,
 એની અને મારી આંખ વચ્ચે જે બ્યૂગલો ફૂંકાઈ છે!
 આ આખરી બાજી કાંચ-હ્યદય પરની!...

 દુર્યોધન માફક તો નહીં રમાય ને!?
 સાકરમાં લૂણ તો નહીં લવાય ને!?
 પ્રેમ છે તો એને તો નહીં છળાય ને!?

 કર્ણ માફક હારી જવાય ને!...
 કર્ણ માફક હારી જવાય ને!...

©सहज

આ જિંદગી આટલી સરળ તે કેમ બનાવી, ઈશ્વર!? કે જેમ મીઠું ઉપાડવાનું છે; ને ભીના મારા હાથ છે! . ©सहज

#વિચારો #gujarati #oneliner #thought #lonely  આ જિંદગી આટલી સરળ તે કેમ બનાવી, ઈશ્વર!?

કે જેમ મીઠું ઉપાડવાનું છે; ને ભીના મારા હાથ છે!









.

©सहज

છે રામ બન્યા ઘણાં કોઈ ભરત તો બની બતાવે! ધૃતરાષ્ટ્રની સભામાં કોઈ વિદુર તો બની બતાવે! ને ભારત મારું અખંડ ભારત!, બિનસાંપ્રદાયિક પણ બની જશે! જો મૌલવી આરતી કરી બતાવે; પૂજારી અઝાન ગાઈ બતાવે! . ©सहज

#વિચારો #gujarati #thought #Shayar  છે રામ બન્યા ઘણાં કોઈ ભરત તો બની બતાવે!
ધૃતરાષ્ટ્રની સભામાં કોઈ વિદુર તો બની બતાવે!


ને ભારત મારું અખંડ ભારત!, બિનસાંપ્રદાયિક પણ બની જશે!

જો મૌલવી આરતી કરી બતાવે; પૂજારી અઝાન ગાઈ બતાવે!





.

©सहज

#gujarati #thought #Society #Shayar #Shayari #Nojoto

11 Love

Trending Topic