🇨🇮 ૭૫ મો ગણતંત્ર દિવસ ની શુભેચ્છાઓ 🇨🇮
દેશ થઈ ગયો સંવિધાનિક, મન માં એક અરમાન બાકી છે,
નફરત થઈ જાય દુર બધી, અંતર નું એ ફરમાન બાકી છે.
કરમાઈ ના હવે એકપણ સુમન, જાતિવાદ નાં ઝહેર થી,
સંવિધાન માં છે તાકાત, અને ખાખી માં પણ જાન બાકી છે.
લખતાં રહેશું ગાથાઓ,અને રૂંવાડા ઉભા થતા રહેશે,
કલમ માં છે ચિનગારી, અને કવિ ઓ ની શાન બાકી છે.
WE THE PEOPLE OF INDIA,અમે ભારત ના લોકો,
બસ આ એક જ ઓળખ અમારી,
સંવિધાન ની આ તો સાચી, અમારા માં આન બાકી છે.
૨૬ મી એ લીધેલો તિરંગો, ૨૭ મી એ પણ સાચવજો
પછી લાગશે દરેક જણ મા, સંવિધાન પ્રત્યે સ્વામાન બાકી છે.
સાચું હોય તો સાથ, અને ખોટું તો ત્યાં કરીશું યલગાર,
રક્ત ની બુંદ માં "સાહીલ" યોદ્ધા નું સ્વાભિમાન બાકી છે.
🇨🇮જય ભારત🇨🇮
🇮🇳જય સંવિધાન🇮🇳
૨૫ જાન્યુઆરી ૨૦૨૩,૨૬ જાન્યુઆરી ૨૦૨૪
©Vijay Gohel Saahil
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here