કારણ ખબર છે એટલે તેનું તારણ નથી શોધતો
ને ગમે છે ઝેર, એટલે તેનું મારણ નથી શોધતો
મુજ નયનમાં વસ્યા છો, એક ગમતું સ્મરણ બનીને
વહ્યા કરે છે અશ્રુ એટલે બીજું ઝરણ નથી શોધતો
ને અનુભવું છું, સૌથી સલામત તમારી આગોશમાં
નથી જરૂર અન્યની એટલે બીજે શરણ નથી શોધતો
નિઃશબ્દ થઈને, બેસી રહેવામાં પણ મજા છે
છોડીને જવું નથી એટલે નવું ભારણ નથી શોધતો
એકવાર ભીંજાયા બાદ શુષ્કતા નહીં ફાવે જયકિશન
આટલું જાણું છું, એટલે કોરું રણ નથી શોધતો
જયકિશન દાણી
૦૧-૦૭-૨૦૨૪
©Jaykishan Dani
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here