આગળ જવાની હોડમાં...
એક હળવું તે પાંદડું છેવટે, આપણને હરવી જશે,
હો ભલે બધા દાવ જાણતા, છતાં એ છટકી જશે.
હોય ના કદી અહંમ એનો,જે ઘડીકમાં થંભી જશે,
ઓકાત શું આપણી ? ભ્રમ બધો તે દિ' મટી જશે!
ઘોર અંધારને જો ચાહો તો એ આપણો બની જશે,
ચકમતા જેમ તારલા, એમ અંતર પણ ચમકી જશે.
ધૂળ ભર્યા છે આ વિચારો, દૂર તો વળી કયાં જશે!
અંતરથી છીએ મેલા એથી ડર છે કે કોક જાણી જશે.
ઈર્ષા જેવું જે ઊગ્યુંતું, જાતને એ જ તો ભરખી જશે,
આગળ જવાની હોડમાં 'વસીમ' માણસાઈ મટી જશે.
~ ગાહા વસીમ આઈ.
©Vasim Gaha
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here