sumitra patel

sumitra patel Lives in Ahmedabad, Gujarat, India

વિચારોની અભિવ્યક્તિ...

  • Latest
  • Popular
  • Video

જવાબદારી જવાબદારી ! 'જવાબદારી'શબ્દનો પ્રયોગ થયો જ હવે એ પણ મારા પર આજે ન્હોતી ખબર આ જવાબદારી શું કહેવાય? પર્યાય !જાણવાની કોશિશ પણ ના કરી આજે પગમાં પાયલ,હાથમાં ચૂડિયોને સોળ શણગાર નો આ કોમળ કાયાને જે ભાર નથી લાગતો ને ! તેનાથી વધારે આજે આ જવાબદારીનો લાગ્યો. કોઈએ ભારપૂર્વક કહ્યું જ ન્હોતું કે આ તમારી જવાબદારી છે...ફરજ છે.. સૂરજનું કિરણ બારીએથી પસાર થાય ને મા ની બૂમ પડે ત્યારે જાગવું ને તૈયાર નાસ્તો પીરસાઈ જાય. ને આજ સૂતાં પહેલા વહેલા જાગવાની સાથે ઘરની આજથી તમારી જવાબદારી ! કેવું વાક્ય!જે કર્ણ ને પ્રિય ક્ષણમાં લાગે. સુમિત્રા પટેલ

#જવાબદારી #કવિતા  જવાબદારી જવાબદારી ! 
'જવાબદારી'શબ્દનો પ્રયોગ થયો જ હવે
એ પણ મારા પર આજે
ન્હોતી ખબર આ જવાબદારી શું કહેવાય?
પર્યાય !જાણવાની કોશિશ પણ ના કરી
આજે પગમાં પાયલ,હાથમાં ચૂડિયોને
સોળ શણગાર નો આ કોમળ કાયાને
જે ભાર નથી લાગતો ને !
તેનાથી વધારે આજે આ જવાબદારીનો લાગ્યો.
કોઈએ ભારપૂર્વક કહ્યું જ ન્હોતું કે 
આ તમારી જવાબદારી  છે...ફરજ છે..
સૂરજનું કિરણ બારીએથી પસાર થાય ને 
મા ની બૂમ પડે ત્યારે જાગવું 
ને તૈયાર નાસ્તો પીરસાઈ જાય. ને
આજ સૂતાં પહેલા વહેલા જાગવાની સાથે 
ઘરની આજથી તમારી જવાબદારી !
કેવું વાક્ય!જે કર્ણ ને પ્રિય ક્ષણમાં લાગે.

સુમિત્રા પટેલ

ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે મેળવવા કર્યા ઘણા પ્રયાસો,પુરુષાર્થ. મહેનત એળે નથી જતી માંગે છે બસ ધીરજ આજ નહિ તો કલ મળે કર્મનું ફળ રંકમાંથી રાજન થવાય . બસ!તું કર્મ કર્યા કરે મળે એળે ના જાય મળતાં ધન મતિ થાયે ભ્રષ્ટ જો પામેલું પળમાં નષ્ટ થાય. પૈસાના બળે આવે જો અભિમાન તૂટે અભિમાનને ખૂટે પૈસાધાન્ય. પડે પ્રપંચના પંડમાં તો છપડાય ભીષણ આગમાં. થતા પસ્તાવો મળે ના તે પળ કેવી વ્યથા આ માનવીની ! મળતા ભૂલે ભાન ને ભૂતકાળ... તો પછી ભાનુ કેરો પ્રકાશ ભાવિમાં ભાસે ક્યાં? સુમિત્રા પટેલ

#વ્યથા #કવિતા  ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે 
મેળવવા કર્યા ઘણા પ્રયાસો,પુરુષાર્થ.
મહેનત એળે નથી જતી માંગે છે બસ ધીરજ
આજ નહિ તો કલ મળે કર્મનું ફળ
રંકમાંથી રાજન થવાય .
બસ!તું કર્મ કર્યા કરે મળે એળે ના જાય
મળતાં ધન મતિ થાયે ભ્રષ્ટ જો
પામેલું પળમાં નષ્ટ થાય.
પૈસાના બળે આવે જો અભિમાન
તૂટે અભિમાનને ખૂટે પૈસાધાન્ય.
પડે પ્રપંચના પંડમાં તો
છપડાય ભીષણ આગમાં.
થતા પસ્તાવો  મળે ના તે પળ
કેવી વ્યથા આ માનવીની !
મળતા ભૂલે ભાન ને ભૂતકાળ...
તો પછી ભાનુ કેરો પ્રકાશ ભાવિમાં ભાસે ક્યાં?

સુમિત્રા પટેલ

સલામ વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા આ ભારતેવ સંભવે. વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક આ ભારતેવ સંભવે. પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો આ ભારતેવ સંભવે. પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે આ ભારતેવ સંભવે. ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની આ ભારતેવ સંભવે. સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ આ ભારતેવ સંભવે. અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન આ ભારતેવ સંભવે. મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ આ ભારતેવ સંભવે. નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે આ ભારતેવ સંભવે. જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો આ ભારતેવ સંભવે. શત શત આ મમ જન્મ-કર્મભૂમિને શત શત વંદન મમ ભૂમિને.... સુમિત્રા પટેલ

#ભારતેવ  સલામ  વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા 
આ ભારતેવ સંભવે.
વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક
આ ભારતેવ સંભવે.
પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો
આ ભારતેવ સંભવે.
પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે
આ ભારતેવ સંભવે.
ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની
આ ભારતેવ સંભવે.
સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ
આ ભારતેવ સંભવે.
અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન
આ ભારતેવ સંભવે.
મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ
આ ભારતેવ સંભવે.
નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે
આ ભારતેવ સંભવે.
જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો
આ ભારતેવ સંભવે.
શત શત આ મમ જન્મ-કર્મભૂમિને
શત શત વંદન મમ ભૂમિને....

સુમિત્રા પટેલ

#ભારતેવ સંભવે

5 Love

કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું મન થનગનાટ કરે ઉરે ઉછાળા મારે વાત આવતાં હોઠ પર શબ્દ બનું હું નિશબ્દ આકુળવ્યાકુળ થાય મન જીહવાનો ના સાથ આપ-લે કરવી છે લાગણીઓની સ્કંધ પર શીશ મૂકીને ઠાલાવવો છે ઊભરો જો થાય આમ તો ભીંજાયશે નયનો હું જ જાણું છું કે કેવી વેદના મેં વ્હોરી કેહવું ઘણું ઘણું છે પણ કોને કહું. નથી કહેણને સ્થાન આ સંબંધોમાં. નથી સ્વીકૃતિ સંસારમાં આ લાગણીને... આમ ,બનું હું નિશબ્દ કહેવું ઘણું ઘણું છે પણ કોને કહું... sumitra patel .

#કહેવું #કવિતા  કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું
મન થનગનાટ કરે ઉરે ઉછાળા મારે
વાત આવતાં હોઠ પર શબ્દ
બનું હું નિશબ્દ
આકુળવ્યાકુળ થાય મન જીહવાનો ના સાથ
આપ-લે કરવી છે લાગણીઓની
સ્કંધ પર શીશ મૂકીને ઠાલાવવો છે ઊભરો
જો થાય આમ તો ભીંજાયશે નયનો
હું જ જાણું છું કે કેવી વેદના મેં વ્હોરી 
કેહવું ઘણું ઘણું છે પણ કોને કહું.
નથી કહેણને સ્થાન આ સંબંધોમાં.
નથી સ્વીકૃતિ સંસારમાં આ લાગણીને...
આમ ,બનું હું નિશબ્દ 
કહેવું ઘણું ઘણું છે પણ કોને કહું...

sumitra patel


.

#કહેવું ઘણું ઘણું છે...

5 Love

Trending Topic