ક્યાં છે પહેલા જેવું નવું વર્ષ,
ચાર લોકો મળીને સાલ મુબારક બોલતા,
સવારમાં એ વહેલા સબરસ વાળો આવે,
આસોપાલવના તોરણથી ઘરનો દરવાજો શણગારતા,
નાના બાળકો શેરીના દરેક
ઘરે ઘરે જઈને બધાનાં ઘરના નાસ્તા નાં ચટકા લેવા જતા,
ક્યાં છે એવું નવું વર્ષ જ્યાં દસ રૂપિયા આપતા તો,
નાના છોકરાનાં ચહેરા પર અનોખી ખુશી જોવા મળતી,
ક્યાં છે એવી ખુશી .....
કોઈના ઘરે સાલમુબારક કરવા જતાં સમય ન જોતાં,
નાં મનમાં સંકોચ રાખતાં,
નવું વર્ષ તો છેક દેવદિવાળી સુધી ચાલતું....
હવે તો એક દિવસમાં
Whatsapp, Facebook,Instagramમાં
બે ચાર Status મૂકીને રાતના બાર વાગ્યા સુધીમાં
નવું વર્ષ પુરું થઈ જાય છે.....
©Meena Prajapati
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here